________________
: “જ્ઞાનીઓને સ્વસંપ્રદાય મોહ હોઈ શકે જ નહીં. તેઓને વસ્તુસ્થિતિ પ્રાપ્ત
કરવાનો જ સતત લક્ષ્ય રહ્યા કરે છે; તેઓના ચિત્તમાં જૈન, વેદાંત, સાંખ્ય કે • ગમે તે દેશનને પક્ષપાત હેતે જ નથી, તેઓની સ્થિરતા માત્ર તત્ત્વની યથા(ા પ્રત્યે જ હોય છે. એકવીશ વર્ષની વયે એટલે સંવત ૧૮૪૫ માં તેઓના - નીચેના લખાએલા વિચારે તેઓને ધમઆદશ બતાવે છે : : - “મોક્ષના માર્ગ બે નથી, જે જે પુરૂષે મેક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે .. પામ્યા છે, તે તે સઘળા સત્પરૂ એક જ માથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે અને ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી; ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી; માન્યામાન્ય નથી; તે સ: રળ માગે છે, તે સમાધિ માગ તે છે, તથા તે સ્થિર માર્ગ છે; અને સ્વાભાવિક - શાંતિ સ્વરૂપે છે. સર્વ.કાળે માર્ગનું હોવાપણું છે. માગના મમને પામ્યા વિના - ઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનને પામતા નથી, અને ભવિષ્યકાળે
પામશે નહીં. શ્રી જિને સહસ્ત્ર ક્રિયાઓ અને સહસ્ત્ર. ઉપદેશોએ એક જ માગ " આપવા માટે કહ્યાં છે; ને તે માગ ને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશ ગ્રહણ થાય તે તે સફળ છે, અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને તે ઉપદેશ ગ્રહણ થાય તો તે સો નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રીકૃષ્ણ તરશે; જે વાટેથી શ્રીકૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાત ગમે - ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણિમાં, ગમે તે યુગમાં જ્યારે પમાશે ત્યારે પવિત્ર, શાશ્વત સત્પદના અનંત અતીન્દ્રિય સુખને અનુભવ થશે, તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય. સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગ પામતાં અટકયા છે, તથા અટકશે, અને અટક્યા હતા. કઈ પણ ધમ સંબંધી મતભેદ છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક થશે એજ માર્ગ સંશોધન કરવાનું છે. વિશેષ
શું કહેવું છે. તે માર્ગ આત્મામાં રહ્યું છે. આત્મત્વ પ્રાપ્ય પુરુષ–નિગ્રંથ આત્મા' જ્યારે યોગ્યતા ગણી જે આત્મત્વ અપશે-ઉદય આપશે ત્યારે જ તે પ્રાપ્ત થશે,
ત્યારે જ તેની વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે. મતભેદ રાખી કેઈ મોક્ષ . પામ્યા નથી, વિચારીને જેણે મતભેદને ટાળે તે અંતર્વત્તિને પામી ક્રમેકરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે, અને પામશે.”
પ્રોફેસર બ. ક. ઠાકોરે શ્રીમાનના વિચારોનું અવલોકન કર્યા બાદ એવા અભિપ્રાયને નિશ્ચય કર્યો હતો કે શ્રીમાન રાજચંદ્ર એક જન્મવિરાગી (Born ascetic) હતા. તેઓની બાલચથી જ તેઓને વિષે વૈરાગ્ય હતા. તેઓની આ ભજ્ઞાનની કઈ ભૂમિએ સ્થિરતા હશે તેને વિચાર કરવાને માટે તેઓશ્રીના વિચારેના મનનની નિયમાં જરૂર છે.
આજ જડવાદના જમાનામાં આત્મવાદની પ્રતીતિ માંથી ઓછી થતી જાય છે. - જેઓ શ્રીમાન રાજચંદ્રને તેઓની દશાને તેના વિચારને અને તેઓના જ્ઞાન, દશન, ચારિત્રને અવલોકશે તેમને આત્માની પ્રતીતિ સહેજે થયા વિના નહીં જ રહે
-
Scanned by CamScanner