________________
વર્ષ ૨૫ મું
(૧૨૫) તે જ્ઞાનને પણ આવરણ આવવા એગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હેય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભેગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષ 'જીવ વિરાગ્યના ઉદભવને અર્થ વિષય આરાધવા જતાં તે ઘણું કરી બંધાવા સંભવ છે કેમ કે જ્ઞાની પુરૂષ પણ તે પ્રસંગને માંડમર્ડિ જીતી શકયા છે, તે જેની માત્ર વિચારદશા છે એવા પુરૂષને ભાર નથી કે તે વિષયને એ પ્રકારે જીતી શકે.
ઉદય કર્મ ભેગવવામાં જ્ઞાની તથા અજ્ઞાનીના વર્તનના ભેદ.
જ્ઞાની પુરૂષને જે સુખ વર્તે છે તે નિજસ્વભાવમાં સ્થિતિનું વતે છે. બાહ્યપદાર્થમાં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુઃખાદિનું વિશેષ છાપણું કહી શકાતું નથી. જો કે સામાન્યપણે શરીરના સ્વાધ્યાદિથી સાતા, અને નવરાદિથી અસાતા જ્ઞાની અને અજ્ઞાની બન્નેને થાય છે, તથાપિ જ્ઞાનીને તે પ્રસંગ હે વિષાદને હેતું નંથી, અથવા જ્ઞાનના તારતમ્યાં ધૂનપૂણ હોય, તે કંઈક હર્ષ વિષાદ તેથી થાય છે, તથાપિ કેવળ અજાગૃતતાને પામવાયોગ્ય એવા હર્ષ વિષાદ થતા નથી. ઉદયબળે કંઇક તેવાં પરિણામ થાય છે, તે પણ વિચારાગૃતિને લીધે તે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાની પુરુષના પરિણામ છે. વાયુ ફેર લેવાથી વહાણનું બીજી સૂર ખેંચાવું થાય છે તથાપિ વહાણું ચલાવનાર જેમ પહોંચવા યોગ્ય માર્ગ ભણ તે વહાણુને રાખવાના પ્રયત્નમાંજ, વ છે, તેમ જ્ઞાની પુરૂષ મન વચનાદિ વેગને નિજભાવમાં સ્થિતિ થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદય વાયુયોગે યત્કિંચિત દશા ફેર થાય છે; તેપણું પરિણામ-પ્રયત્ન સ્વધર્મને વિષે છે.
જ્ઞાની નિધન હોય, અથવા ધનવાન હૈય; અજ્ઞાની નિધન હોય, અથવા ધનવાન હોય એ કંઈ નિયમ નથી. પૂર્વનિષ્પન્ન શુભ અશુભ
Scanned by CamScanner