________________
विषय सुखनी अनित्यता विषे. ક્ષીણ પુણ્ય તેનાં જે થાય, ત્યારે તે પૃથ્વી પર જાય. નવાં કર્મ સ્વર્ગ ના થાય, ભૂતળનાં તેમાં ભગવાય; ભૂતળનું સુખ જેવું લહે, કપિલ સ્વર્ગનું તેવું કહે. ૧૬ વિષય સુખે કોઈ તૃપ્ત ન થાય, માટે ઝાંઝવાં તુલ્ય ગણાય; માટે વિષય તણું સુખ જેહ, સુખાભાસ જાણવું તેહ. ૧૭ પરિણમે સુખમાં દુઃખ લહે, ગતમ મુની સુખને દુઃખ કહે, સુખ આસક્તીથી દુઃખ થાય, માટે સુખ દુખ તુલ્ય ગણાય. ૧૮ પ્રાલબ્ધથી સુખ દુઃખ જેહ, તજી આસક્તિ ભગવે તે; સુકૃત તમે સદા આચરે, પાપઢાર સહુ બંધ જ કરે. ૧૯ જેમ જીવ પાપી ના થાય, એ નિશદિન કરે ઉપાય; પાપી આત્મા તે બંધાય, દેહાંતર તેને બહુ થાય. - ૨૦ માટે સુકૃત કરે પ્રકાશ, છાંડે ફળ મુક્તની આશ; પુણ્ય કર્મ બ્રહ્માર્પણ કરે, ફળ આશા તેમાં નવ ધરે. ૨૧ પા૫ જશે ને ચેખા થશે, અંતે પરબ્રહ્મ પામશે; વિષયાસક્ત થયેલા મદ, જાણે વિષય એજ ગેવિ. રર એવું સત્ય ન માને કેય, શેર દૂધથી છૂતના ય; હતે રાય યયાતી જેહ, તૃપ્ત ન થયે વિષયથી તેહ. ૨૩ સત્યવચન છે તે રાય, કેય વિષયથી તૃપ્ત ન થાય વિષયમાં મન બેન્યાં કરે, ચેળી રાખ શરીરે ફરે. ૨૪ કપડાંએ ગેરૂને રંગ, કોઈકે ફરે ઉઘાડે અંગ; તેના મનની તૃષ્ણ ન જાય, ભેખ ભાંડના તુલ્ય ગણાય. ૨૫ વેદે નિદી વિષય સુખ નહ, નથી બાવા બનવાનું કહ્યું; રહે ગૃહસ્થાશ્રમની માંહિ, સર્વ પુણ્ય ફળ પામે જ્યાંહિ. રદ
Scanned by CamScanner