________________
- શિવ શર્મવિ. એવાં વાચિક પાપ અપાર, પાપીજન સાધે નિરધાર; શાત તાત આચારજ દેવ, સ્નેહ ધરીને સેવે તેવ." પાળે ધર્મ આણિને પ્રીતિ, પકડે સદા સુજનની રીતિ--- ઇદ્રિ વશ રાખે આપણું, સુધર્મ સાધન સાધે ઘણા દોષટણિયે દેખે નહીં, કર્મસાક્ષી પ્રભુ સહુમાં સહીં; કાને સુણે બ્રહ્મની કથા, સાધન તજે હોય જે વૃથા. સદા કરે નરપર ઉપકાર, અંતર માંહે દયા અપાર; નિત્ય અને નૈમિત્તિક કર્મ કરી સાચવે જે નિજધમ. પુણ્ય એજ કાયિક કહેવાય, સદા પ્રસન્ન રહે જગરાય; પરદારા આલિંગન કરે, પાપ સાધને પરધન હરે.. ૧૫ કરે પાપમય ઝાઝાં કામ, ઘાસ અન કે બાળે ગામ આ જીવતણી હીંસા આચરે, કલ્પવૃક્ષનું છેદન કરે.
માદક વ્યસન કરે ધરી પ્રીતિ, સત્ય ધર્મની છેડે રીતિ; ઈત્યાદિક કાયિક છે પા૫, જેથી જન પામે સંતાપ. મનસા વાચા ને તનુવડે, કરે પાપ તે નરકે પડે પુણ્યતણાં જે સાધન થાય, તરવાનો છે તેજ ઉપાય. ૧૮
ઉપજે ત્રણ પ્રકારે કર્મ, તેને કહું સાંભળ જે મર્મ, * કીયમાણ ને સંચિત સેય, તેથી ત્રીજું પ્રારબ્ધ હોય.. ૧૯
દેહે કર્મ શુભાશુભ થાય, ક્રીયમાણે તેને કહેવાય; કમાણ પૂરું નીપજે, સંચિત તે તેનું ઉપજે.
જીવતણું દેહાંતર થાય, સંચિતનું પ્રારબ્ધ ઘડાય; જાતિ આયુષ સુખ દુખ ભેગ, ઉત્તર જન્મ વિષે એ જેગ. ૨૧ એને કહિયે છે પ્રારબ્ધ, મરણ લગી એ રહે છે સ્તબ્ધ ક્રીયમાણ કઈ કેહેશે એહ, ઉપજી લય પામે છે તેહ. ૨૨
Scanned by CamScanner