________________
ભારતીય બંધુઓને અપીલ. 'यस्मिन् जीवति जीवन्ति बहवः सतु जीवतु काकोऽपि किन कुरुते चंच्चा स्वोदर पूरणम् ॥
- હિતોપદેશ જે માણસના જીવવાથી ઘણા માણસનું જીવન ચાલે છે તે માણસ જીવતે રહે. નહિ તે કાગડે પણ ચાંચ વડે પોતાનું પેટ શું નથી ભરતો?”
ભાઈ સજજનેજાગ્રત થાવ! કાળ રાક્ષસ કરાલ ભૂખે પૂરપાટ ધસી આવે છે. આ વિકાળ દૈત્ય હમારાજ હજારે બધુઓનું હમણાં જ ભક્ષણ કરશે. ખબડદાર! જરા પણ વિલંબ થતાં હમારાં ભાઈભાંડુઓનું રૂધિર તે ચસચસાવી ચુશી જશે. અને હાડપીંજરવત્ તેઓ હેમારાજ રક્ષણના અભાવે હમારી ઉપર તિહણ કટાક્ષ ફેંકતાં, તથા હાયહાયના નિઃશ્વાસથી ઉષણ
વાળા વરસાવતા પ્રાણત્યાગ કરી દેશે. આવા નિરાશ્રીતની હાય - વરાળ ખરેખર આખા દેશને ધમકાવશે !
અરેરે! કેવું ભયંકર દ્રશ્ય!! દુષ્કાળ રૂપી કુર રાક્ષસે અવધી કરવા માંડી છે. ગુજરાત રૂપી નવ પલ્લવિત વાડીને તે ઉજજડ બંખ જેવું ભયંકર જંગલ કરી નાખે છે. તેનાં ગરી. બડાં બલબલ (નિરાશ્રીત) કળકળાટ કરી મૂકી પથ્થરવતું છાતીઓને પણ ચીરી નાંખે છે. આમ છતાં પણ તેમને
Scanned by CamScanner