________________
[૧.૩] તાતપણથી ગણતર ઊંચું
પાણી ચડે, ‘સાત સમોલિયો' સાંભળી
મને તો બીજું ઉપનામ હઉ આપ્યું'તું. મને લોક નાનપણમાં શું કહેતા હતા તે જાણો છો ? પાટીદારો નામ પાડે એક કે આ બધા છોકરાંઓમાં આ છોકરો ‘સાત સમોલિયો’ છે. એટલે આ જૂના જમાનાની વાત હું કરું છું. અત્યારે આ બધા શબ્દો વપરાતા નથી. તમે નહીં સાંભળેલું ‘સાત સમોલિયો ?'
પ્રશ્નકર્તા : ‘સાત સમોલિયો' એનો અર્થ શું થાય, દાદા ?
દાદાશ્રી : હા, એટલે બળદને આમ ખેડવા જાય ને, ત્યારે સમોલ ઘાલે. એમાં બે બળદના માથા ઘાલવાના હોય છે ને ?
પ્રશ્નકર્તા ઃ બરાબર છે, સમોલ પેલા જોતરામાં આવે છે તે.
દાદાશ્રી : તે મને ‘સાત સમોલિયો' કહે. એટલે પછી એ જ કાકાને હું પૂછવા જઉં, સાત સમોલિયો એટલે શું ? એટલે એ કાકા મને સમજણ પાડે કે જો આ બળદ હોય છે, તેને ખેતીવાડી માટે આ જુહરું (જોતરું) ઘાલે. એટલે પછી ખેતીવાળી જમીન ખેડે પણ જો કૂવો ખેંચવાનો હોય તો ચેડી જાય (એડી મારી ડચકારા કરે). અને વખતે બે-ચાર-પાંચ જુહરા ટેલે (ઠેલે) એવો હોય પણ સાતમું જુહરું ચક્કી ખેંચવાનું, એ તો બને જ