________________
[૧.૧] કુટુંબનો પરિચય
કહ્યું, ‘વિધિ-બિધિ કરાવશો નહીં.' તે બાએ પેલાને કહી દીધેલું. એટલે પેલો ફરી આવ્યો, ત્યારે મેં કહ્યું, ‘તમે અહીં આવો છો ને, તમારો ધક્કો નકામો પડશે. કારણ હું તો રામની ચિઠ્ઠી લઈને આવેલો છું, એટલે તમારી જરૂર નહોય.’ કોની ચિઠ્ઠી લઈને આવ્યો છું ?
પ્રશ્નકર્તા : રામની.
૧૩
દાદાશ્રી : ‘તું તો લાવ્યો નહીં ને ચિઠ્ઠી, ને મારી પાસે રામની ચિઠ્ઠી છે ! મૂઆ, મારી ગેરેન્ટી આપનાર તું કોણ ? તને જોઈએ તો હું આપું. કારણ તું લાલચુ છું, હું લાલચુ નથી.’ હું નાનપણથી લાલચુ નહીં. લાલચ આટલીય નહીં, કોઈ દહાડોય નહીં. તમે આવો અહીંથી, સોનું બંધાવો (આપો) તોય અમારે કામનું નહીં.