________________
પ્રસ્તાવના અહો' એ શુભ દિન કારતક સુદ ચૌદસ, સંવત ૧૯૬૫; તરસાળી ગામે, પાટીદાર કોમે જન્મ્યા જગ કલ્યાણી પુરુષ ! મા જાતવાન ને બાપ કુળવાન, કુટુંબ રાજેશ્રી સંસ્કારી ખાનદાન; ક્ષત્રિયતા, દુઃખ ના દે કોઈને, દયાળુ-કરુણા-લાગણી અપાર ! અંબે'ના લાલ “અંબાલાલ', વ્હાલા સહુના “ગલાથી સંબોધાય; વિચક્ષણ ને જાગૃત ખૂબ, ઉપનામ સાત સમોલિયાથી ઓળખાય ! સાતમા વર્ષે સ્કૂલે બેઠા, ભણ્યા ગુજરાતીમાં ચાર ને અંગ્રેજીમાં સાત; લાગે પરવશતા, ના ગમે ભણવાનું, પણ ગણતર ઘણું સાથોસાથ ! નાપાસ થયે કાઢચું તારણ, જાણી-જોઈને ના મારવી પોલ; ધ્યાનપૂર્વક કરી લેવો અભ્યાસ, ધ્યેય પ્રાપ્તિ ને ઉત્તમ પરિણામ ! નાની વયે થયું ભાન, અનંત વાર ભણ્યા પણ ના આવડ્યું એ જ્ઞાન; શું પામ્યો હું ભણતરથી ? પામ્યો હોત ભગવાન આટલી મહેનતથી ! લઘુતમ શીખતા લાધ્યું જ્ઞાન, “રકમોમાં અવિભાજ્ય રૂપે ભગવાન; ભગવાન છે લઘુતમ સર્વ જીવમાં, લઘુતમ થયે પોતે થાય ભગવાન ! ભાવ હતો સ્વાશ્રયી રહેવાનો, ના ગમે પરાશ્રયી ને પરતંત્રતા; સદા રહેવું પ્રયત્નશીલ, ના પોસાય ઉપરી સ્વતંત્ર જીવનકાજ ! જરૂરિયાત ઓછી ને પરિગ્રહ રહિત, જીવે જીવન સાદું ને સરળ; જીવન જીવ્યા ખુમારીથી, એમણે ક્યારેય ના કરી કોઈની લાચારી ! બદ્ધિના આશયે કરી ના નોકરી, કૉમનસેન્સથી ધંધામાં થયા નિપણઃ ના સ્પૃહા હતી ધનવાન થવાની, સુખી રહ્યા સદા સંતોષરૂપી ધનથી ! વિચારશીલ ને વિપુલ મતિ, દરેક પ્રસંગે તારણ કાઢી લાવે ઉકેલ; કરે ના આંધળું અનુકરણ, જીવે સુઘડ ને સિદ્ધાંતપૂર્ણ જીવન ! હતા જોશીલા-તોફાની-સાહસિક, કહે ના પોસાય અઘટિત વેપાર; કરે ના દેખા-દેખી, કાઢે સરવૈયું, તાળો કરવાની ટેવ, જુએ લાભાલાભ !