________________
[૧.૧] કુટુંબનો પરિચય
દાદાશ્રી : હા, બધાને લાભ થાય. પણ એ લાભ છે તે પછી જો પાછા સંજોગો અવળા બેસે તો એવું લાભ આપીને અવળે રસ્તે જતો રહે પછી અને સવળા સંજોગો આવે તો ચઢી જાય ઉપર. લાભ તો અવશ્ય મળે જ. તેથી લખે ને, પેલા (નરસિંહ મહેતા) એ “કુળ ઈકોતેર તાર્યા રે.” એવું કહે ને!
મળે નજીકતાને લાભ પણ સવળો ઉપયોગ કરે તો...
પ્રશ્નકર્તા : દાદા, મારે બીજું જાણવું છે કે તમારા ફાધર-મધર હતા તે એ લોકો મોક્ષના અધિકારી તો છે જ પણ અમારાથી વધારે અધિકારી કે ઓછા અધિકારી ?
દાદાશ્રી : એમાં એવું કશું નહીં. જે કરે એના બાપનું (લાભ લે જ્ઞાનનો, તેને પોતાને ફાયદો). એ એમને લાભ મળી ગયો. એ લાભ હજુ કેટલા વર્ષ ચાલે એ કહેવાય નહીં. સંજોગો સારા હોય તો ચઢી જાય, સંજોગો અવળા હોય તો અવળે લઈ જાય.
પ્રશ્નકર્તા : અવળું પણ લઈ જાય, દાદા ?
દાદાશ્રી : હા, એમાં ચાલે જ નહીં. કોઈ પૂછે જ નહીં ને ! ફક્ત એમની હાજરીમાં જન્મ થયો માટે એના પરમાણુ રહ્યા, તે પરમાણુનો લાભ થાય. એમાં કંઈ એવું લખી આપ્યું નથી કે આ ફાધર કાયમના ફાધર છે. ત્યાં તો ન્યાય એટલે ન્યાય. એ પરમાણુ એનો લાભ થાય. ફાધર-મધરે કેટલો બધો ઉપકાર કર્યો હોય ! એ બદલ ફળ મળી જ જાય ને ! અને આજુબાજુ કુટુંબીઓ, ફેમિલીમાં બધા એમને બ્લડનો ફાયદો થયા વગર રહે નહીં ને ! કુળ ઈકોતેર તારે એટલે એવી રીતે તરેલા હોય પણ પછી પાછા સંજોગો અવળા મળે તો એ ડૂબે પાછા.
પ્રશ્નકર્તા : બરોબર પણ તમે એમને મોક્ષના અધિકારી કરી શકો ને ?
દાદાશ્રી : ના, ના, એવું નહીં. એ તો સંજોગો ભેગા થાય ને થઈ ગયું એટલો લાભ થયો. ત્યાં “મારું-તારું' ના હોય. એમ ને એમ સંજોગો