________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : સંતાનો બે થયેલા. બેઉ નાનપણમાં જ ગુજરી ગયેલા. પ્રશ્નકર્તા: જ્ઞાન ક્યારે થયું, એ કહો હવે. દાદાશ્રી : એ ૧૯૫૮ની સાલમાં થયું, સુરતના સ્ટેશન ઉપર. પ્રશ્નકર્તા : આધ્યાત્મિક માટે આપના અનુભવો, વિચારો જણાવો.
દાદાશ્રી: હું મન-વચન-કાયાથી તદન જુદો રહું છું, તદન નિરાળો રહું છું. છતાં કેવળજ્ઞાન થયું નથી, કાળને આધારે ચાર ડિગ્રી તે પચ્યું નથી.
પ્રશ્નકર્તા આપને સૌથી વધુ પ્રિય વસ્તુ કઈ ? દાદાશ્રી : મને આત્મા સિવાય કોઈ વસ્તુ પ્રિય નથી. ધન્ય ધન્ય ભૂમિ તરસાળી, જમ્યા જ્યાં અક્રમ જ્ઞાતી પ્રશ્નકર્તા: દાદા, આપનું જન્મ સ્થળ ? દાદાશ્રી : અમારો જન્મ તરસાળી ગામમાં, મોસાળમાં થયેલો. પ્રશ્નકર્તા તે મોસાળમાં થયેલો એ આપનું ઋણાનુબંધને?
દાદાશ્રી : હા, મામીએ તો અમને બાની પેઠે રાખેલા. હું નાનો હતો, તે વખતે ગામમાં ધાડ પડેલી. તે ગામમાં આ ઘર મોટું એટલે ત્યાં પહેલી ધાડ પડે. એટલે અમારા મામી મને કેડમાં ઘાલીને પેલી નાની ઓરડીમાં લઈ ગયા ને ત્યાં સંતાઈ ગયેલા.
પ્રશ્નકર્તા: દાદા તરસાળીમાં જન્મેલા એટલે ત્યાંય મંદિર થશે ને ?
દાદાશ્રી : અરે, મંદિર નહીં, એ જગ્યાના તો કેટલાય રૂપિયા આવશે, તે તો ભગવાન જાણે !
પ્રશ્નકર્તા : એ તો કંઈ ઓછા વેચવાના છે, દાદા ? એ તો મહાભાગ્ય કે એવું એ ઘર, દાદા જન્મ્યા ત્યાં !
દાદાશ્રી : ત્યાં એ રૂમમાં દર્શન કરવા જાય છે. એ રૂમ વેચાતી લેવી છે લાખો રૂપિયા ખર્ચીનેય. છોડે નહીંને આ લોકો !