________________
જગતને નિયમ જ ચલાવ્યા કરે છે. નિયમને આધીન છે આ જગત. બીજો કોઈ ચલાવનાર નથી. નિયમથી જન્મે છે, નિયમથી મરે છે; નિયમથી રાત થાય, નિયમથી દિવસ થાય; કુદરતનો નિયમ જ છે એવો ! આમ વાસ્તવિક જ્ઞાન ખુલ્લું કરીને લોકોને નિર્ભય બનાવ્યા.
[૧૦.૮] ભગવાન વિષે આગવી સમજ નાની ઉંમરથી એમને સંસાર બંધનરૂપ લાગી ગયેલો. એમને પરવશતા નહોતી ગમતી. તેઓ સ્કૂલમાંથી છૂટીને સાધુ-સંતોની સેવા કરવા જતા. તે એક મહારાજે સેવાથી રાજી થઈને કહ્યું કે “ભગવાન તુમકો મોક્ષ મેં લે જાયેગા.” ત્યારે એમને વિચારધારા શરૂ થઈ ગયેલી કે ‘ભગવાન મને મોક્ષે લઈ જાય તો ભગવાન ઉપરી ઠરે, તો મોક્ષ એને કહેવાય નહીં. માટે ભગવાન અને મોક્ષ બે સાથે વિરોધાભાસ છે. ભગવાન મારી મહીં જ છે, મને જડ્યા નથી. બાકી ભગવાન મોક્ષ આપે તો એ મોક્ષ કહેવાય નહીં. મોક્ષ એટલે કોઈ ઉપરી નહીં, કોઈ અન્ડરહેન્ડ નહીં. પોતાના બ્લેડર્સ અને પોતાની મિસ્ટેક્સ એ જ પોતાના ઉપરી છે. એ ભાંગી નાખે તો પોતે પોતાના ભગવાન જોડે અભેદ સ્વરૂપ થઈ જાય.'
[૧૦.૯] સાચા ગુરુની ઓળખ પહેલેથી જ નાનપણમાં ગુરુ પાસે કંઠી બંધાવેલી. કંઠી તૂટી ગઈ તે ફરી કંઠી ના બંધાવી. મધરે કહ્યું કે તને લોક નુગરો” કહેશે. ત્યારે પોતે કહ્યું કે ભલે કહેતા. એમની માન્યતા હતી કે ગુરુ એટલે પ્રકાશ ધરનાર. જે મને પ્રત્યક્ષ જ્ઞાન ના આપે, પ્રકાશ ના ધરે, એ ગુરુ મને કામના નથી.
કંઈ પણ વાંચે શાસ્ત્રનું, તો વિજ્ઞાની માણસ એટલે વાતને સ્ટડીમાં પૂરી લઈ લેતા, તારણ કાઢી લેતા. શાસ્ત્રમાં લખેલાથી આગળ પોતાને મહીંથી સૂક્ષ્મ ફોડ પડી જતા. લોકમત, લોકસંજ્ઞાથી હંમેશાં ઊલટું જ ચાલેલા. છેવટે મહીંવાળા ભગવાનને પૂછીને પણ પોતાની સૂઝથી આગળ વધેલા.
[૧૦.૧૦] જ્ઞાતીના લક્ષણ, તાનપણથી આઠ-નવ વર્ષની ઉંમરમાં પણ મિજાજ પાવરવાળો, તે સળી
46