________________
[૧૦.૩] ઓબ્લાઈજિંગ નેચર પોતે આખી જિંદગી પારકાંને હેલ્પ કરવા માટે જ કાઢેલી. ઘરેથી કંઈ કામ કરવા જવાનું હોય તો આડોશી-પાડોશીને પૂછી તેમના કામ જોડે પતાવી આવતા. તેથી તેમને ફેરો ના ખાવો પડે. આમ પોતે પોતાનું કામ કરતા કરતા આજુબાજુવાળાને પણ હેલ્પફુલ થઈ જાય. પોતાને આનંદ આવે અને આજુબાજુવાળા રાજી થાય.
ભાદરણથી વડોદરા આવે તોયે લોકોએ મંગાવેલી ચીજવસ્તુઓ ખરીદીને લઈ જાય. પોતાના ગાંઠના પૈસા ઉમેરીને પણ “વસ્તુ સસ્તી મળી’ એમ જણાવે. લોકોને દુઃખ ના થાય એ રીતે પોતે હેલ્પ કરે.
પોતાના વાડામાંયે કશુંક વાવે, દૂધી-મકાઈ એવું કંઈક તે પછી લોકોને આપી આવતા. આમ આખી જિંદગી એમનો ઑબ્લાઈજિંગ નેચર રહેલો.
| [૧૦.૪] માર ખાય ત્યાં તરત છોડી દે બાળક રિસાય એમ પોતે નાનપણમાં એક-બે વખત રિસાયેલા, મધર પાસે. પણ રિસાયાનું પરિણામ દેખ્યું કે બે ખોટ ગઈ. ખાવાનુંયે ના મળ્યું અને કોઈએ ભારેય ના પૂછયો. એમનું ખાવાનું બીજાને ભાગે જતું રહ્યું. પોતે વિચક્ષણ એટલે દરેક અનુભવની નોંધ કરીને પોતાની ભૂલ સમજાય કે આ રિસાવું એ ભયંકર ખોટ જ છે. હવે જિંદગીમાં ક્યારેય રિસાવું નથી. ફરી એવી ભૂલ થવા દીધી નહીં.
[૧૦.૫] જાણ્યું જગત પોલંપોલ અંબાલાલ જગત વ્યવહારના ઑલ્ઝર્વેશન ઝીણવટથી કરતા. કોઈ માણસ મૃત્યુ પામ્યો હોય તો ઘરવાળા-કુટુંબીઓ ભેગા થાય અને પોક મૂકે, છાતી કૂટે. એમનો હાર્ટિલી સ્વભાવ તે આવું દેખીને બહુ દુઃખ થાય. પછી ઊંડા ઉતરી તપાસ કરી તો જડ્યું કે છાતી કૂટતા નથી, આ તો હાથ ઉપર હાથ અથાડીને મોટો અવાજ કરે છે. માથે લુગડું ઢાંકેલું હોય તે રડવાનો અવાજ કરે. બાકી આ તો પોલ નીકળી ! ત્યારથી જગત લૌકિક છે, પોલંપોલ છે, તે સમજી ગયા. માટે એમનું અલૌકિક તરફ આગળ
44