________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
નિયમરાજથી છે, ભગવાને આને બનાવ્યું નથી. ગૉડ ઈઝ ઈન એવરી ક્રીએચર (ભગવાન દરેક જીવમાં છે). ભગવાનને જેમ છે તેમ જાણો. ગૉડ ઈઝ નૉટ ક્રિએટર ઑફ ધીસ વર્લ્ડ એટ ઑલ (ભગવાન આ દુનિયાનો રચનાર નથી), ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (માત્ર વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવાઓ) છે ! આ હું જોઈને કહું છું, કોઈ શાસ્ત્રની વાત નથી કરતો. જોયેલી વાત સારી કે શાસ્ત્રની વાત સારી ?
પ્રશ્નકર્તા : જોયેલી.
દાદાશ્રી : હું... શાસ્ત્ર તો અત્યારે મહીં કેટલાય ફેરફાર થઈ ગયા હોય શું ખબર પડે ?
૩૮૮