SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦.૭] યમરાજના ભય સામે શોધખોળ ૩૭૫ ઉંમરના છોકરાં ત્યારથી જ ભડક, ભડક, ભડક, ભડક, ભડક થયા કરે. જમરા કહ્યા અને તેના ફોટાઓ હઉ છપાવ્યા પાછા. ચિતર્યા ફોટા જમરાના બીક લાગે એવા પહેલાંના જમાનામાં જમરાના મોટા મોટા ફોટા બહાર કાઢીને મૂકતા'તા. એને કંઈક આ મોટા મોટા દાંત ને મોટું દેખાડ્યું, બીક લાગે આમ ! તે હવે લોકો ફોટા લટકાવ્યા વગર રહે નહીં ને ! કળિયુગ છે, તે ના કરે? જમરાના ફોટો દેખાડેલા લોકોને. તે ફોટા જોયેલા કે? પ્રશ્નકર્તા ઃ હા, જોયા છે મેં ફોટા તો ગમે તેવા હોય પણ અસલ તો નહીં ને ! દાદાશ્રી : હવે એના ફોટા અમે નાનપણમાં જોયેલા. આ હિન્દુસ્તાન દેશ અને તેમાં આવું શિખવાડે. તે બિચારા લોકો ભડકી ભડકીને મરી જાય. લોકોને ગભરામણ થઈ જાય બિચારાઓને. એટલે પછી મેં વિચાર્યું કે, હિન્દુસ્તાનની પ્રજા આવી નમાલી ક્યાંથી થઈ ? તેર વર્ષે મને આટલો ભય લાગ્યો હતો, તો બધા લોકોને કેટલો ભય લાગતો હશે ? કેટલાય છોકરાં ને બધા તરફડી મરતા હશે બિચારા ! ત્યારે હુંય સાચું માનતો હતો. ફફડાટ થાય મનમાં એટલે પછી હું શોધખોળ કરું. ફફડાટ થાય જ નહીં, તે શોધખોળ શી રીતે કરે ? બધાને હેલ્પ થાય એટલે રાત્રિની લીધી સેવા એટલે હું તેર વર્ષનો હતો તે મને શું વીત્યું'તું તે કહું. પ્રશ્નકર્તા: હા, કહો. દાદાશ્રી: તે વખતે અમારી જોડે પાડોશમાં ફળિયામાં એક પાડોશી હતા. તે કાકા ઓળખાણવાળા હતા, તે એમની પાસે બેસતા-ઊઠતો. કાકા વૃદ્ધ હતા અને તે બહુ માંદા હતા. તેમ છેલ્લી સ્થિતિમાં હતા ને દેહ છૂટવાની તૈયારીઓ, તે તબિયત લથડી ગયેલી.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy