________________
બોલાવે. તે મોટાભાઈનો નિયમ, ઉઘાડે માથે બધા સાથે જમવા ના બેસે. એમને ઘરમાં સ્પેશિઅલ બેસાડવાના, તો જમવા જાય. જોડે જોડે અંબાલાલભાઈનેય બેસાડે. મોટાભાઈ જોડે એમનો રોફ પડી જાય.
લોકો એમને કહી જાય કે બન્ને ભાઈઓ છોકરાં વગરના કેમ ? પૂર્વભવના ઋણાનુબંધના હિસાબ એવા હોય ત્યારે એવું બને, એવું કહેતા.
આમ મોટાભાઈ કડક મગજના છતાં દિલના ભોળા, દયાળુ સ્વભાવના, રાજશ્રી મનના. કોઈક દુઃખી હોય તે એને બધી હેલ્પ કરે એવા ! એમને ગુલામી, પરવશપણું તો જરાય પસંદ નહોતું.
મોટાભાઈનો અંબાલાલ પ્રત્યે પ્રેમ બહુ. પ્રકૃતિ સામસામી મેળ ના પડે, બેઉના ભૂ પોઈન્ટ જુદા જુદા. ફક્ત અહંકારની લાઈનમાં બન્ને ભાઈઓ સરખા – ક્ષત્રિયપણું. નબળાને કોઈ જબરો માણસ મારતો હોય તો નબળા માણસના પક્ષમાં રહી પેલાની સામે થઈ જાય એવા !
ભાભીની સોબતમાં મોટાભાઈ રાજા જેવા માણસ ક્યારેય ના કરે એવા કાર્યો કરવા માંડ્યા. કોઈને લાકડાં અમુક જોઈતા હતા. તેમને એ અપાવવામાં મોટાભાઈએ કમિશન રાખ્યું સો-દોઢસો રૂપિયાનું. અંબાલાલે એમાં મોટાભાઈને પકડ્યા કે તમે કમિશન ખાધું? તમે આવું કરો છો ? જેની આંખ જોતા સો માણસ આવુંપાછું થાય તેવા પુરુષ તે આવું કમિશન ખાતા શીખ્યા? એમની ભૂલ દેખાડી ત્યારે ભાભીએ એમનું ઉપરાણું લીધું, કે આપણને અડચણ હોય ને કોઈનું કામ કરી આપ્યું હોય તો એના સોદોઢસો રૂપિયા મળ્યા તેમાં શું ખોટું ? ત્યારે અંબાલાલે કહ્યું, “આપણે સિંહના બાળક છીએ. સિંહે કોઈ અવતારમાં ઘાસ નથી ખાધું.”
બાકી આમ ખાનદાન માણસ, પણ વાઈફના દબાણમાં આવીને આ ભૂલ ખાઈ ગયા ! પછી મોટાભાઈએ કહ્યું, “આ કમિશન રાખવા જેવું નથી. હવે તું ફેરફાર કરી નાખ, પાછું આપી દે.”
એ જમાનામાં પટેલોમાં દારૂ પીવાની ટેવ, તે મોટાભાઈને એ કટેવ પેસી ગઈ હતી. ધંધામાં પોતે મોટાભાઈ જોડે રહેલા, તેમાં મોટાભાઈની આ કટેવથી અડચણ પડવા માંડી, દેવું થવા માંડ્યું. આ કટેવ પેસવાથી
[36