________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૩૦૩ તો આ આવડું આવડું બોલે. એટલે પછી બોલેય નહીં એ લોકો. પછી લોકોએ કીમિયો ખોળી કાઢ્યો, કે તમારા કાકા કોન્ટ્રાક્ટનો ધંધો કરે છે આવડો મોટો અને તમે ઘેર બેસી રહ્યા છો? તમે તો ભત્રીજા થાવ, તમારે તો ચોખ્ખું કહેવાનું કે “નોકરી-બોકરી નહીં કરું, ભાગ આપવો પડશે.” ત્યારે કહે, “મને આવડતું નથી ને, હું શું કરું ત્યાં આગળ ? કોન્ટ્રાક્ટનું આવડે નહીં ને !” પેલાએ સમજણ પાડી'તી, તારે એટલું કહેવાનું કે “મને ભાગીદાર તરીકે રાખો.” તે આવું કો કે શિખવાડ્યું ને, તે એને ફિટ થઈ ગઈ વાત. એટલે અહીં આવીને બાની હાજરીમાં જ બેઠો. તે ‘આવ્યો છું એવું ના બોલે, “અમે આવ્યા છીએ. અહીં જમવાના છીએ, બે વર્ષ-પાંચ વર્ષ રહીએ ત્યાં સુધી. પછી આપી દઈશું અમે.” કહે છે. શું કહે છે ?
પ્રશ્નકર્તા: પછી આપી દઈશું.
દાદાશ્રી : એમ જાણે વીશી (ભોજનાલય)ના પૈસા ના આપી દેવાના હોય ? આવું હઉ બોલે, બધું બોલે ! તે પાછા બા મને કહે, “બળ્યું, આ છોકરો આવું બોલે છે !” મેં કહ્યું, “છોને બોલે, બોલે એ તો.” આપણે ચાળવાનું, ચારણી આપણી પાસે રાખવાની ! ઘઉં ઘઉં રહી જશે, કાંકરા નીચે પડી જશે. તે પછી મને કહે છે, “હું આવ્યો બહારથી, કાકા, હું આવ્યો છું.” મેં કહ્યું, “બહુ સારું થયું. ભત્રીજો મારે ત્યાં આવ્યો તે મને બહુ આનંદ થયો.” હું જાણું ને બધું. પછી મને કહે છે, “કોન્ટ્રાક્ટમાં મારો ભાગ રાખવો પડશે.” એટલે તરત જ, શું બન્યું ને કેવી રીતે આ માણસ બોલે છે આવી રીતે, તે બધું મને આખોય ઈતિહાસ દેખાયો. આ માણસ આવું બોલે કે કોન્ટ્રાક્ટમાં ભાગ રાખવો પડશે ! મેં કહ્યું, “હા ભાઈ.” હું સમજી ગયો કે આ આવું ના બોલે. આવું પોતાને સ્વાર્થ-જ્વાર્થની સમજણ જ નહીં. પોતે આવું સ્વાર્થ કરાવવાની ઈચ્છા ધરાવે નહીં. કારણ કે આ આવું કરે નહીં. લોકોએ, કો’કે પટ્ટી ચડાવી છે આ. હું જાણું કે કો’કે બત્તી (આંટી) એવી ઘાલી દીધી છે, આ બત્તી કાઢવી મુશ્કેલ થઈ પડશે.
પ્રકૃતિ ઓળખી બોધકળાથી લીધું કામ પ્રશ્નકર્તા : એ તો મનેય કહ્યું'તું, ‘આ તમારું એકલાનું નહોય, મારો ભાગ છે.”