________________
[9] ફાધર
એમના પિતાશ્રી રાજેશ્રી સ્વભાવના હતા. પોતાની જમીન ઉપર ઘોડો રાખતા ને ફેંટો પહેરતા. ખેતીવાડીની આવકથી જીવન ચાલ્યા કરે. આમ ઈઝી લાઈફ (સરળ જિંદગી) ગોઠવેલી.
અંબાલાલ જમ્યા, તે વખતે જન્મકુંડળી બનાવડાવી હતી એ જ્યોતિષીએ એમના ફાધર-મધરને કહેલું કે “આ તમારો પુત્ર ગજબનો પુરુષ થવાનો છે. જન્માક્ષર બહુ ઊંચા છે આના.” ત્યારથી ફાધરને પુત્ર અંબાલાલ માટે હૃદયમાં ઊંચી છાપ પડી ગયેલી.
ફાધરે પોતાના ખેતરમાં આંબા વાવેલા. તે અંબાલાલને કહેતા કે આપણે સવારે કસરત કરવી જોઈએ, ફરવા જવું જોઈએ. જોડે એમ પણ કહેતા કે “આપણા ખેતરમાં આંબા વાવ્યા છે, તે રસ્તેથી માટીનો દડ થેલીમાં લઈને ત્યાં આંબે નાખી આવવો.” અંબાલાલે તો વાતવાતમાં કહી દીધેલું કે “મને એ કેરીઓ ખાવાની લાલચ નથી. જેને કેરી ખાવી હોય તે દડ નાખે.”
થોડા વખતમાં એ ખેતર વેચ્યું, તે પેલા આંબાયે વેચાઈ ગયા. તે ફાધરને કહેલું કે જો આંબા સાથે કેરીઓ વેચાઈ ગઈ ને ! દડ નાખેલું બધું નકામું ગયું ને ! તેથી ફાધર માને કે “આ જાણતો હશે અંદરખાને કે આનું આવું થવાનું છે એવું.”
ફાધર મોટાભાઈને કહેતા કે આને વઢીશ નહીં, એના જન્માક્ષર બહુ ઊંચી જાતના છે.
પોતે સાત વર્ષના હતા ત્યારથી બધું જાણવાની-સમજવાની ઉત્સુકતા બહુ, તે ફાધરને બધું પૂછ પૂછ કરે. કાને કશી વાત આવે તો પૂછ પૂછ કરે, આવું શું? આનું શું? પણ ફાધરના મનમાં પેલો ઊંચો ભાવ કે આ મહાન પુરુષ થવાનો છે. એટલે બધું ચાલવા દેતા, કંટાળતા નહોતા.
દાદાશ્રી પોતાની ભૂલ ફાધર સાથે થઈ તેય ખુલ્લી કરે છે. જ્યોતિષીએ ફાધરને કહેલું કે તમારે ઘેર મોટું રત્ન પાકેલું છે, તો એના સંસ્કારમાં કચાશ ના પડવા દેતા. તે ભાદરણ ગામમાં નાટક કંપની આવી
34