________________
૨૭૫
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
ત્યારે એક જણ કહે છે, “હું તો જુગાર રમું છું ને આમ કરું છું ને તેમ કરું છું અને રમી રમું છું.” “અલ્યા, કશો વાંધો નહીં, બેસ. બધું રમું છું પણ જીવતો છું ને ! મને ભેગો થયોને, તારું કામ થઈ જશે.” કશું મુશ્કેલીમાં આવ્યો હોય ત્યારે આ બાજુ ચડી જાય બિચારો. તેથી કંઈ માણસમાંથી જતો રહ્યો ? આ પશાભાઈ ડૉક્ટર થયા અને એમના કાકાનો છોકરો કાંઈક બીજે રસ્તે ગયો, માટે કંઈ માણસમાંથી જતો રહ્યો ? ત્યારે કંઈ ફેમિલીમાંથી જતો રહ્યો ? કાઢી નખાય આપણાથી ?
પ્રશ્નકર્તા : પણ એ તો જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી બધા છે.
દાદાશ્રી : રિલેશન છે ને, બ્લડ રિલેશન છે. તમે કહ્યું કે, “હું ભાદરણની ખડકીનો છું.” એટલે મોટી ખડકીવાળા મારે ચૌદ પેઢીએ રિલેશન થાય છે, તો તમે દસ-અગિયાર પેઢીએ ભેગા થતા હશો ને ? રિલેશન છે ને ?
પ્રશ્નકર્તા : ભાદરણમાં બે ખડકી છે, એક નાની અને એક મોટી.
દાદાશ્રી : બરાબર છે. મોટી ખડકીવાળા મારે ચૌદમી પેઢીએ થાય છે, તો તમારી (સગાઈ) બે-ત્રણ પેઢી ઓછી હોય, પણ બધા આપણે એક જ છીએ ને ? જુદાઈ છે જ નહીં ને ? આ છઠ્ઠી પેઢીએ અમે કાકા થયા. કોઈને આઠ પેઢી હોય, કોઈની સાત પેઢી હોય અને તે અહીં વ્યવહાર પૂરતું. વઢવઢા થાય એટલે તું કોણ ને હું કોણ ? પછી અહીંયા બાપ જોડે વઢવઢા થાય ત્યારે શું થાય ?
અહંકારતી લઢલઢા પણ કપટ ન હોવાથી એકતા પ્રશ્નકર્તા : વઢવઢાય બહુ થાય, દાદા ?
દાદાશ્રી : આ તો ઘડીકમાં, “આ મારા કાકા થાય, મારા ફાધરના કાકા થાય” એમેય કહે, તે વળી ખુશમાં હોય તો. અને કો'ક લોકોએ આપણા ખડકીવાળાને ઠપકો આપ્યો કે આ અંબાલાલ તો... તો પાછું મનમાં એમ થાય કે બહુ રોટર (નાલાયક) માણસ છે આ. એટલે આ રિલેશનવાળું તો બધું આવું ! અમે એવું જ કરતા હતા નાનપણમાં.