SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ જ્ઞાની પુરુષ (ભાગ-૧) આપણે ત્યાં ગયા ને, એટલે એ કહે કે “મારે દાદાની આરતી ઉતારવી છે. તે બધાની રૂબરૂમાં એમણે આરતી ઉતારી'તી. આ ઉદયકર્મના કેવા ગૂંચવાડા હોય છે ! કર્મના ગૂંચવાડા થયા કૂણા તોય દાદા રહે ચેતતા પ્રશ્નકર્તા: પણ એટલું કૂણું થયું કહેવાય ને ? તો પછી હવે ક્યાં રહ્યું ? દાદાશ્રી : પણ અમે ચેતતા રહીએ, ફાઈલ છે ને ! ફાઈલ, ફાઈલ ! મારા કહેતા પહેલાં એ વાત સમજી જાય આખી. પ્રશ્નકર્તા : એટલે બહુ વિચક્ષણ ! દાદાશ્રી : બહુ વિચક્ષણ, જબરજસ્ત ! તે મારે અડધો બોલ બોલવો પડે. આ બધો હિસાબ છે એ ફાઈલોનો, તે હું જેમતેમ નીકળેલો. મારો હિસાબ પતી જાય તો બહુ સારું. આમના જેવા પતાવી આપે, લવાદી કરીને. પ્રશ્નકર્તા ઃ દાદા, પતાવવા જેવું છે જ શું એમાં કંઈ ? દાદાશ્રી : ના, કશું જ છે નહીં. પ્રશ્નકર્તા : આપને પેલું ફ્રેક્ટર થયું'તું ત્યારે એક વખત આપની તબિયતની ખબર કાઢવા આવેલા, મને યાદ છે. દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : પણ તે વખતે બહુ જ લાગણીથી આપને પૂછતા'તા, તબિયતના સમાચાર. દાદાશ્રી : લાગણી તો ખરી પણ પાછું વધારે તો પેલું. પ્રશ્નકર્તા: પણ લાગણી હોય ત્યાં આવું રહેવાનું જ. દાદાશ્રી : રાગ ને દ્વેષ બેઉ હોય ને ! એક વખત તો જયંતી ઊજવી ત્યારે કહે, “મારે બીજી ઉજવવી છે.” મેં કહ્યું, ‘તમે એ જ કહો છો ને, તમે દાદા જીવજો.”
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy