________________
૨ ૫૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
અમને ભોળા માતી, ઓટીમાં ઘાલવા જાય હમણે છે તે સ્ત્રીઓ માટે સ્વામીનારાયણનું મંદિર બંધાયું. ત્યારે અમારા ભાભીએ છે તે પોતે જાતે ઊભા રહીને બંધાવડાવ્યું. એટલે પોતાના નહીં, લોકોના પૈસા પણ બધો વહીવટ પોતે કર્યો.
પ્રશ્નકર્તા : ક્યાં ? ભાદરણમાં ?
દાદાશ્રી : ભાદરણમાં, સ્ત્રીઓ માટે મંદિર. પેલું મંદિર તો હતું એટલે પછી આ બંધાયું. તે પછી મને અમારા ભાભી કહે છે, “મંદિર બાંધવાનું છે તો તેમાં કંઈ આપશો ? તમે કશું કરો, સ્ત્રીઓ માટે મંદિર બાંધવું'તું સ્વામીનારાયણનું.” ત્યારે મેં કહ્યું, “હું તો ત્રણ હજાર રૂપિયા આપીશ. તે તમારે જે કરવું હોય તે કરજો.” ત્યારે કહે, ‘હું જમાડીશ.” ત્યારે મેં કહ્યું, “જમાડજો ત્યારે.”
એમણે જ્યારે કહ્યું હોય ત્યારે સ્વામીનારાયણ મંદિરમાં જઈને અમે ત્યાં આગળ ખર્ચો હઉ કરી આવતા હતા, એમને જે હજાર, પંદરસો, બે હજાર ખર્ચો કરવો હોય. એ કહે, “મારે જમાડવા છે', તો અમે ત્યાં જઈને જમાડી આવતા હતા. મેં કહ્યું, “ધર્માદો કરજો ને જમાડજો.”
આપણે આપીએ ને તો એ જાણે કે એમને સમજણ નથી તે અપાયા, નહીં તો એ આપે નહીં ને. આવું જાણે ! હવે જો આવું હોય, એને કેવી રીતે પહોંચી વળવું તે ? મને કહે, ‘તમે બહુ ભોળા છો.” મેં કહ્યું, ‘હા, ભોળો છું ત્યારે જ આ દશા થઈ ને !” તે કહે, “બહુ ભોળા છો તમે, એટલે લોક પૈસા ખાઈ જાય છે તમારા બધા.” મેં કહ્યું, “કોણ ખાનારું છે ? લોક ખાય છે ? આપણે કહીએ તોય કંઈ ખાતું નથી.”
એ તો મને હઉ એમ જાણે ને, આમને ઓટીમાં ઘાલીને ફરું. અત્યારેય એવું, મારું તેલ કાઢી નાખે, હા !
પ્રશ્નકર્તા ઃ અત્યારે પણ ?
દાદાશ્રી : અત્યારે પણ. એક દહાડો મેં જરા ડફળાવ્યા'તા. તે પછી રિસાયા'તા. પછી વર્ષ દહાડો આવીને કશું લઈ ગયા નહીં. જે લઈ