SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ [૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ ૨૩૫ ઘરનો ધંધો, ઘેર કશું હરકત નહીં. આ તો અણસમજણની ભાંજગડ બધી ! બીજી કશી ભાંજગડ નહોતી. જમવાની જ ભાંજગડ એ કંઈ સારી કહેવાતી હશે ? એ તો બધું ગાંડપણ કહેવાય, એમાં મજા નહીં. પ્રશ્નકર્તા ઃ ના, એમ નહીં, પણ તે વખતે પણ આટલી સૂઝ હતી કે અપ્રમાણિકપણે નથી જીવવું. દાદાશ્રી : એ તો બધું હતું. પ્રશ્નકર્તા : કોઈનું એક સહન નથી કરવું, ઘી તરફનો રાગ જતો નથી કરવો. દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા: એ વખતે જે ઘી તરફનો રાગ હતો, એમાં કંઈ પરિવર્તન આવ્યું? દાદાશ્રી : કોના તરફનો ? પ્રશ્નકર્તા : પેલું ઘી ઓછું આપ્યું હતું ને ! દાદાશ્રી : ના, પરિવર્તન આવતું હશે ? પરિવર્તનમાં આવે એ જુદા. માન્યતા એ એવી માની દીધેલી કે ઘી શરીરનું તેજ છે ને એ આમ છે ને તેમ છે. એ બધી માન્યતાઓ માની એટલે ચાલ્યું. છતાં ઘી એ બહુ હિતકારી વસ્તુ નથી, નોર્માલિટીમાં સારું છે. અને મને છે તે છાલિયામાં ઘાલીને વેઢમી ખાવા જોઈએ. જગતને શી રીતે પોસાય તે ? અમારા ભાભી તો અમારા ગુરુ કહેવાય છે. એમને કહું છું ને, ‘તમે મારા ગુરુ, મને આ માર્ગે ઠેલ્યો. આ મોહમાંથી છોડાવડાવ્યો !” મોટાભાઈ બોલ્યા, “અરેરે ! તને આટલો બધો ત્રાસ !” પ્રશ્નકર્તા : પછી ભાઈને, ભાભી તમને ત્રાસ આપે છે એ ખબર પડી ? દાદાશ્રી : હા, તે એક ફેરો એ એની મેળે જ મને કહે છે, “ચાલ આવ, આપણે હૉટલમાં ચા પીએ.” ત્યારે મેં કહ્યું, “આ કોઈ દહાડો જોડે
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy