________________
પરમ પૂજ્ય દાદાશ્રીએ વર્ણવેલા એમના જીવનના પ્રસંગોને સંકલિત કરીને પ્રકાશિત કરવાના અભિગમમાં આ જીવન ચરિત્ર ગ્રંથ ભાગ-૧ આપણા હાથમાં આવે છે. એમાં એમના બાળપણના પ્રસંગો તથા કૌટુંબિક જીવન વિશે માહિતી પ્રાપ્ત થાય છે.
આ સંકલન પરમ પૂજ્ય દાદાશ્રી જેમ બોલ્યા છે તે જ સ્વરૂપમાં પ્રકાશિત થાય છે. તેમના જ શબ્દોમાં આલેખાતું આ પુસ્તક એ ખરેખર અદ્ભુત ઉપહાર છે ! આપણા માટે ગૌરવની વાત છે કે જે રીતે પરમ પૂજ્ય દાદાશ્રીએ એમના અનુભવના નિચોડરૂપ આત્મજ્ઞાન અને મોક્ષમાર્ગનો પુરુષાર્થ દેખાડ્યો, એ જ રીતે એમના જ દર્શનથી આલેખાયેલ આ જીવન પ્રસંગો એ ચીર સંભારણું બની રહે છે. જે વાંચતા જ આપણને એ સમયનું, એમની દશાનું, એમના વ્યક્તિત્વનું, એમની સૂઝ-સમજ ને બોધકળાનું દર્શન થાય છે.
- પરમ પૂજ્ય દાદાશ્રીએ જેમ છે તેમ, કંઈ પણ ગુપ્ત રાખ્યા સિવાય, સાદી-સરળ શૈલીમાં જ રજૂઆત કરી છે, એ એમના નિખાલસ વ્યક્તિત્વનો ચિતાર આપી જાય છે. એમનું મોરલ તેમ જ જ્ઞાનદશા એ ખરેખર પ્રસંશનીય છે. રિલેટિવમાં લઘુતમ થઈને રિયલમાં ગુરુતમ થવાની દૃષ્ટિ તો કોઈ વિરલ જ વેદી શકે ને ? સ્કૂલમાં લઘુતમ સાધારણ અવયવ શીખતા ભગવાનની વ્યાખ્યા શોધી કાઢી કે જીવમાત્રમાં અવિભાજ્ય રૂપે ભગવાન રહેલા છે. કેવી ગુહ્ય તાત્ત્વિક દૃષ્ટિ ! આવી દષ્ટિ જ કહી આપે છે કે નાની ઉંમરમાં પણ એમનું આધ્યાત્મિક ડેવલપમેન્ટ કેટલું ઊંચું હતું ! આ સમજણના આધારે તેઓ લઘુતમ તરફ ઢળ્યા ને એ જ અભિગમે એમને પરમાત્મા પદે નવાજ્યા !
દાદાશ્રી પોતે કહેતા કે અમારી વિપુલ મતિ હોય, અમારી વિચક્ષણ દૃષ્ટિ હોય. અમને કોઈ પ્રસંગ બને એમાં ચોગરદમના હજારો વિચાર આવે ને તારણ કાઢી નાખીએ. મોટા શાસ્ત્રો પણ પા કલાકમાં પાના ફેરવીને તારણ કાઢી નાખતા. આધ્યાત્મિકતાના કયા માઈલે આ શાસ્ત્ર છે તે સમજી જતા. એમને એક-એક બાબતમાં હજારો વિચાર આવે તે આપણને
13