________________
૭૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
નથી પહોંચ્યું ત્યાં પહોંચ્યો છું. તેથી તો કવિએ લખ્યું, ‘ઉપરનાયે ઉપરી, છતાં નિમિત્ત !”
પ્રશ્નકર્તા: દાદા, આટલું જ ભણ્યા તોય સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બોલો છો ને ?
દાદાશ્રી : એ તો એમ ના આવડે. મેટ્રિક ફેલવાળાને ના આવડે એવું. આ તો એની મેળે નીકળે છે.
આ જે અંગ્રેજી બોલું છું, એ તો ક્યાંથી બોલાય છે તે મને જ ખબર નથી ! આ શી રીતે નીકળે છે તે હું જ જાણતો નથી !