________________
[૨.૨] મેટ્રિક ફેલ
૬૫
મારું રખડી પડશે' એવો ભય નથી એટલે પછી મણિભાઈ કહે છે કે હવે તારે શું કરવું છે ?” મેં કહ્યું, ‘તમે કહો એ કરીએ. તમને ઠીક લાગે તો તમે કહો, નહીં તો હું તો મારી મેતે ગમે તે કરી લઈશ. મને ફાવે એવું કંઈ હું ખોળી કાઢીશ મારું.”
“મારું રખડી પડશે” એવો મને ભય નથી કોઈ જાતનો, ‘તમે કહો એ કરું.” અને અમે તો ચણા-મમરાની દુકાન કાઢીનેય ઊભા રહીએ સો રૂપિયા લાવતા કને. તે દહાડે સો રૂપિયાની જ મૂડીની જરૂર ને ?
એટલે મેં કહી દીધું, “બહુ તો કશું નહીં આવડે. તમે પૈસા નહીં આપો, કશું નહીં આપો, મિલકત નહીં આપો તો હું મારી મેળે પાનબીડીની દુકાન કરીશ.” પણ એવું કરવું ના પડ્યું મારે. એવું તો ભઈ કરવા દે કે ? એમની આબરૂ જાય ને ! મોટા માણસ ! હલકો ધંધો કરવા
એટલે મોટાભાઈએ કહ્યું, “ના, એવો હલકો ધંધો આપણાથી થાય નહીં. એવું કેવું બોલે છે તું?” મેં કહ્યું, “હું તો ગમે તે કરી ખાઈશ.” તો એ કહે, “આપણા લોકોથી આવો ધંધો ના થાય. આવું ના કરાય, આપણે તો ખાનદાન માણસ ! આપણે થતું હશે ?” ત્યારે મેં કહ્યું, “ઠીક લાગે એ કરો.”
ભાઈ પાસે પણ ત થયા લાચાર તો મોટાભાઈ કહે, “હવે શું કરીશ ?” મેં કહ્યું, “હવે શું કરું ? થશે, હવે જે કંઈ હશે હિસાબમાં. અને તમારો ધંધો છે, તમે કહેતા હો તો તમારા ધંધામાં જોઈન્ટ થઈ જઉં, નહીં તો તમે ના કહેતા હોય તો હું બીજું બહાર કંઈ ધંધો કરી ખઉં. નોકરી તો હું કરવાનો નથી.” મને મારા મોટાભાઈ પહેલાં કહેતા કે “તું નોકરી કરવા જાઉ તો કોઈ રાખે નહીં.” ત્યારે મેં કહેલું કે “નોકરી કરવા આવ્યો નથી, શેઠ થવા આવ્યો છું.”
ત્યારે પછી ભાઈ કહે, “ધંધામાં પેસી જઈશ ? ધંધામાં કામ પર પડી રહેવું પડશે.” મેં કહ્યું, “ધંધામાં તમે કહો એટલું કરીશ. તમે કહેશો