________________
[૨.૨] મેટ્રિક ફેલ
હોય નહીં. અત્યારે જો વીસ-પચ્ચીસ રૂપિયે કિલો મંગાવીએ ને, તોય એવી પૂરી મળતી નથી. અને તે પૂરીઓ કેટલી ખાતા હતા ? એક-બે નહીં, કેટલાક છોકરાંઓ તો પચાસ-પચાસ, સાંઈઠ-સાંઈઠ, સિત્તેર-સિત્તેર, એંસી-એંસી પૂરી ખઈ જતા હતા ! એવો એનો શોખ.
પ્રશ્નકર્તા : તમે કેટલી ખાતા હતા, દાદા ?
૬૧
દાદાશ્રી : તે વીસ-વીસ, પચ્ચીસ-પચ્ચીસ ખાધી હતી. એ બહુ સુંદર પૂરી ! એ ઘી ચોખ્ખા, વાત કેવી ! તે દોઢસો-દોઢસો પૂરીઓ ખાનારાયલોક હતા.
ભઈ જાણે વાંચે છે તે અમે કરતા આઈસ્ક્રીમતી લિજ્જત
તે હૉસ્ટેલમાં રહ્યા એટલે એય નિરાંતે ખાય, મસ્ત રહે અને પછી સાંજે-રાત્રે બહાર છે તે ત્યાં આગળ સ્ટેશન પર આઈસ્ક્રીમની દુકાનો બધી હતી, ત્યાં આઈસ્ક્રીમ ખાવા જતા હતા. અહીં સ્ટેશન ઉપર છે તે આ બાજુ દુકાન હતી મૈયાની, તે ભૈયો આઈસ્ક્રીમ બનાવતો'તો ને ! ત્યાં આગળ આઈસ્ક્રીમ તૈયાર એટલે હૉસ્ટેલના નામ પર છે તે ત્યાં જઈને આઈસ્ક્રીમ ખા ખા કરતા'તા અને બેસી રહેતા.
ભઈ જાણે કે અમારો ભઈ પરીક્ષા આપવા ગયો છે, વાંચે છે ત્યાં. પણ મેં નક્કી કર્યું કે આપણે મેટ્રિકમાં પાસ થવું જ નથી. પાસ થઈએ ત્યારે જ સૂબો કરવાના છે ને ? તે બધાય દહાડા સ્ટેશન પર આઈસ્ક્રીમ ખાધા હતા. હું તો પરીક્ષા આપવાના દિવસે છે તો બહાર ફરીને, નિરાંતે આઈસ્ક્રીમ-બાઈસ્ક્રીમ ખઈ અને પરીક્ષા આપતો'તો.
સરખેસરખા મળી આવે, તે ગાયકો સંગે હેંડી ગાડી
સાંજે છે તે આઈસ્ક્રીમ-બાઈસ્ક્રીમ ખાઈએ અને બે-ત્રણ છોકરાંઓ ભેગા થઈને ત્યાં આગળ ગાયનો (ગીતો) ગાય. પરીક્ષા આપવા આવ્યા હોય બધા ને મારા જેવા મળી આવે ને મને પાછા ? એક-બે જણ ગાયન ગાનારા આવે પાછા, મળી આવે ને બધા. સરખેસરખા મળી આવે, ખોળવા જવું ના પડે.