________________
[૨.૨] મેટ્રિક ફેલ
પ૭
છે ? છું ક્ષત્રિય, પણ ઓછામાં ઓછી જરૂરિયાત. અને પરિગ્રહ તો મને બોજારૂપ પહેલેથી જ લાગતો.
લોકો રોજના એક રૂપિયામાં ચલાવી શકે એમ છે. ત્રીસ રૂપિયા તે દહાડે પગાર આવતા'તા, કારકુનોને. એટલે સામાન્ય માણસ તો મહિનાના ત્રીસ રૂપિયામાં પૂરું કરતા'તા સારી રીતે, તો મારા મનમાં એમ કે આ લોકોને ત્રીસમાં આવડે, તો મને બાવીસમાં પૂરું કરતા આવડે છે. એટલે થોડામાં સમાવેશ કરતા આવડે છે અને કોઈની પાસે હાથ ધરવો ન પડે એટલી આવડત છે. મારો ખર્ચો ઓછો. હું તો જેટલા ઓછા ખર્ચમાં કહે ને, એટલા ઓછા ખર્ચમાં સમાવેશ કરું એવો માણસ. એટલે પછી વાંધો છે કંઈ બીજો ? આ તો જેને જાહોજલાલી જોઈતી હોય તેને. એમાં કંટ્રોલ કરી શકું એવો બધો. એટલે મારે જ્યારે જરૂર હોય ત્યારે સૂઈ જઉં ને જરૂર હોય તો ઊઠું.
પ્રશ્નકર્તા બરાબર છે.
દાદાશ્રી : આજ પાનના ઘરાક ના આવ્યા તો શું થઈ ગયું, કંઈ બગડી ગયું? કાલે આવશે. અને પાછું જોડે જોઈએ કે, હું મારું લઈને આવ્યો છું. મારે કંઈ આવું નથી જોઈતું. મારે કંઈ લાખ-બે લાખ કે પચ્ચીસ લાખ, એવી મારે બેંકો નથી ઊભી કરવી. મારે બેંકોને શું કરવી છે ? આ પેટમાં ખાવા પૂરતું જોઈએ. તે એક-બે-પાંચ આશ્રિત હોય તેના પૂરતું, બીજી શી ભાંજગડ આપણે ? મારે ઓછું હશે તો ચાલશે. ખીચડી અને શાક, આગળની ઈચ્છા નહીં. ચીજો ઓછી હશે તો ચાલશે પણ મારી સ્વતંત્રતાને બ્રેક ના ચાલે. મને આ પરતંત્રતા સહેજેય પસંદ નહીં. પરવશતા આઈ ડોન્ટ વૉન્ટ (મને નથી જોઈતી), સ્વતંત્રતા જોઈએ.
તક્કી કર્યું કે મારે મેટ્રિક પાસ થવું જ નથી
આસપાસનો સ્ટડી ના કરવો જોઈએ ? હું તો નાનપણથી જ સ્ટડી કરતો. બધા જે લાઈન લે એ લાઈન અમે ના લઈએ. ઘરેથી અમને સૂબા બનાવવા ફરતા હતા. પણ સૂબાને માથે પાછો બૉસ, અમારે તો માથે બૉસ જોઈએ જ નહીં.