________________
[૨.૧] ભણવું હતું ભગવાન શોધવાનું
૪૫
હોય તો વિભાજન થઈ શકે, સો હોય તો વિભાજન થઈ શકે પણ પાંચનું વિભાજન ના થાય, સત્તરનું વિભાજન ના થાય, અગિયારનું વિભાજન ના થાય, એવી અમુક અમુક સંખ્યા હોય.
એટલે એવું કંઈ ખોળી કાઢો, આ બધામાં. એક રકમ એવી રહી છે બધામાં પણ એ લઘુતમ ભાવે રહી છે. એ તપાસ કરવાની છે. તે દહાડે બધા લોકોને આવડતું હતું, પણ મને તો આવડે નહીં બળ્યું, અને આવા વિચાર કર્યા કરું.
પ્રશ્નકર્તા: કેવા વિચાર ?
દાદાશ્રી : તે દહાડે માણસોને અમારી ભાષામાં “રકમો' બોલીએ, કે આ રકમો સારી નથી. ગુજરાતી ભાષામાં એવું પહેલાંના વખતમાં બોલવામાં આવે કે આ રકમો સારી નથી. મનુષ્યોને શું કહેતો'તો ? કોઈ માણસ ખરાબ હોયને તો હું કહું કે “આ બધી રકમો બહુ સારી નથી.” એ રકમો કહેતો હતો, માણસો નહોતો કહેતો. શબ્દ જ એવો બોલતો'તો. - તે ચૌદ વર્ષની ઉંમરે મને વિચાર આવેલો કે આ બધી કઈ જાતની રકમો (માણસો) છે ? એટલું જ નહીં, પણ આ કૂતરા, બિલાડા, ગાય-ભેંસ, ગધેડા એ બધી જ રકમો છે. તે આ રકમમાં રકમ મને મળતું આવ્યું, મને આ માફક આવ્યું. એટલે મને એમ લાગ્યું કે આ રકમોની અંદર પછી એવું જ છે ને ! પછી મને આખી રાત ઊંઘ ન આવી ને વિચારે ચઢ્યો. એટલે ભગવાન અવિભાજ્ય રૂપે રહેલા છે બધાનામાં, એ મને એડજસ્ટમેન્ટ ત્યાં થઈ ગયું. ત્યારથી જ બધો હિસાબ કાઢી નાખેલો.
ચૌદ વર્ષે વિચાર પરિણામતા પ્રશ્નકર્તા : ત્યારે પણ તમને આની બધી ખબર હતી જ, એ ઉંમરમાં?
દાદાશ્રી : નહીં, તે દહાડે આ મને વિચાર પરિણામના જ આવે. હરેક બાબતમાં પરિણામના જ વિચાર આવે. આનું પરિણામ શું આવશે એ મને હાજર થઈ જાય.