________________
(૧૦)
ગદષ્ટિાસુર દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી પલટાય છે. “કંઈ સમુદ્ર પલટાતું નથી, માત્ર મોજાં પલટાય છે, તેની પેઠે.” બાલ, વૃદ્ધ ને યુવાન એ ત્રણે અવસ્થાનું સ્મરણ-જ્ઞાન એક જ આત્માને થાય છે, એ પ્રગટ સૂચવે છે કે આત્મા નિત્ય છે. જેમ જૂના વસ્ત્રો બદલીને મનુષ્ય નવાં પહેરે છે, તેમ છશું થયેલા દેહને છેડી આત્મા નવા દેહને ગ્રહે છે, બળીયું બદલાય છે, આત્મા બદલાતું નથી, માટે આત્મા અજર, અમર ને અવિનાશી છે એમ જાણી તું ભય મ પામ.*
આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય;
બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર;
વદનારો તે ક્ષણિક નહિં, કર અનુભવ નિરધાર. કયારે કઈ વસ્તુને, કેવળ હાય ન નાશ; ચેતન પામે નાશ તે, કેમાં ભળે? તપાસ.”
-શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ. વળી ભેગ પ્રત્યે આસ્થાવત–આસક્તિ ધરાવતો કઈ શિષ્ય હોય, તેને બંધ કરવાના પ્રસંગે, તેઓએ દ્રવ્યને ગૌણ કરી, પર્યાયપ્રધાન એવી અનિત્યદેશના
દીધી કે*_“અહો ! આ અનિત્ય ભેગોમાં ત્યારે આસ્થા કરવી યેગ્ય પર્યાયપ્રધાન નથી. આ બધુંય જગત્ ક્ષણભંગુર છે. પ્રતિક્ષણે વિનશ્વર છે. ઈર્ષ્યા ને દેશના શેકથી ભરેલો એ પ્રિયસોગ અનિત્ય છે. કુત્સિત આચરણનું
સ્થાનક એવું યૌવન અનિત્ય છે. તીવ્ર કલેશ-સમૂહથી ઉપજેલી એવી સંપદાએ અનિત્ય છે. અને સર્વભાવના નિબંધનરૂપ-કારણરૂપ એવું જીવન પણ અનિત્ય છે. પુનઃ પુનઃ જન્મ, પુનઃ પુનઃ મૃત્યુ, અને પુનઃ પુનઃ ઉચ્ચ-નીચ આદિ સ્થાનને આશ્રય કરવો પડે છે, એટલે અત્રે સુખ છે નહિ. આમ આ સંસારમાં બધુંય પ્રકૃતિથી
x “वासांसि जीर्णानि यथा विहाय, नवानि गृहाति नरोऽपराणि ।
તથા રાવળિ વિદ્યાર નીચચાર સંચાતિ નવાનિ સેહી શ્રી ભગવદગીતા " नष्टे वस्ने यथात्मानं न नष्टं मन्यते तथा ।
ન હેડબ્બામાનં ર નë કન્ય વુધઃ –શ્રી પૂજ્યપાદસ્વામીજીત શ્રી સમાધિશતક • "अनित्यः प्रियसंयोग इहेाशोकसंकुलः । अनित्यं यौवनं चापि कुत्सिताचरणास्पदम् ।।
अनित्याः संपदस्तीव्रक्लेशवर्गसमुद्भवाः । अनित्यं जीवितं चेह सर्वभावनिबन्धनम् ॥ पुनर्जन्म पुनर्मृत्युहीनादिस्थानसंश्रयः । पुनः पुनश्च यदतः सुखमत्र न विद्यते ।। प्रकृत्यसुन्दरं ह्येवं संसारे सर्वमेव यत् । अतोऽत्र वद किं युक्ता क्वचिदास्था विवेकिनाम् ॥ मुक्त्वा धर्म जगद्वंद्यम कलङ्क सनातनम् । परार्थसाधकं धीरैः सेवितं शीलशालिभिः ।।
–શ્રી હરિભદ્રાચાર્યજીકૃત શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સ્તબક ૧,