________________
ઉપસંહાર: *થકર્તાનું લઘુતાદશન ઉપકાર કેવી રીતે?
(૭૪૫) થયેલા ગબીજની પુષ્ટિ થશે, તેમાં સગ સાધનરૂપ અકરા કુટશે અને યોગસિદ્ધિરૂપ વૃક્ષ ફલીફૂલીને મોક્ષરૂપ પરમ અમૃત ફળ આપશે. આમ આ ગીજનેને પણ આ શાસ્ત્ર થકી આત્મલાભરૂપ કંઈક ઉપકાર લેશથી થવો સંભવે છે. વળી “લેશથી”—કંઈક એમ કહ્યું છે, તે અન્ય પ્રત્યેના ઉપકારનું ગૌણપણું સૂચવવા માટે છે. કારણકે ગ્રંથકર્તાને અભિપ્રાય એ છે કે-બીજાઓને તે આથી લેશથી-કંઈક જ ઉપકાર થવા સંભવે છે, પણ આ ગ્રંથગ્રથનથી મુખ્ય ઉપકાર-મુખ્ય આત્મલાભ તે મને જ છે. આ ગ્રંથ તે મેં ઉપરમાં કહ્યું હતું તેમ “આત્માનુસ્મૃતિને અથે' રચે છે એટલે આ ગ્રંથનું મુખ્ય પ્રયજન તે મ્હારા પિતાને આત્માને ઉપકાર છે–હારા પિતાના આત્માર્થની સિદ્ધિ છે. બાકી ગૌણપણે બીજા જોગી જીવને આ ગ્રંથરચનાથી કંઈ આનુષંગિક લાભ થતું હોય તે ભલે થાઓ ! તે લેવાને તેઓ પરમ યોગ્ય છે ! તેઓ પણ આનાથી યથેચ્છ આત્મલાભ ભલે ઊઠાવો ! પરમ પ્રેમથી આમ કરવાનું તેમને સર્વને આમંત્રણ છે ! પરમ યોગામૃતનું આકંઠપાન કરવા માટે મેં જે આ રચના કરી છે, તેમાં અવગાહન કરી-ઊંડા ઉતરી તેઓ પણ ભલે આ પરમ ગામૃતનું પાન કરી તૃપ્ત થાઓ ! અને પરમ આત્માન દરસનો અનુભવ કરો !
પક્ષપાત માત્ર થકી છે ઉપકાર ? એવી આશંકા દૂર કરવા માટે કહે છે–
तात्त्विका पक्षपातश्च भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥ २२३ ॥ પક્ષપાત તાત્ત્વિક અને ક્રિયા ભાવહીન તેમ;
બેનું અંતર જાણવું, સૂરજ ખજુ આ જેમ. ૨૨૩ અર્થ :–તાવિક પક્ષપાત અને ભાવશૂન્ય જે ક્રિયા,-એ બેનું અંતર સૂર્ય–ખદ્યોતની પેઠે જાણવું.
વિવેચન “શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બેહમાં અંતર કેતેજી;
ઝળહળતે સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેજી.”—શ્રી . સ. ૮-૬.
ઉપરમાં અત્રે પક્ષપાત માત્રથી પણ બીજાઓને ઉપકાર થવાની સંભાવના કહી, તે કેમ બની શકે? એવી આશંકા અહી દૂર કરી છે. તાત્તિવક એટલે કે જે પારમાર્થિક
વૃત્તિ-તાત્તિ: પક્ષપાત:-તાત્વિક પક્ષપાત, પારમાર્થિક પક્ષપાત, માન્યા જ થા ક્રિયા-અને ભાવશૂન્ય એવી જે ક્રિયા, જનયોરન્સ શેર્ય-આ બેનું અંતર જાણવું. કેની જેમ? તો કે-માનવોનોgિસૂર્ય અને ખદ્યોતની જેવું મહદ્ અંતર એમ અર્થ છે.