________________
(૭૨૦)
ગદષ્ટિસમુચ્ચય ભાગ્યશાળી થઈશ? આવા દ્રવ્ય-ભાવ નિગ્રંથ થવાનો મને અપૂર્વ અવસર એ કયારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ ? ” (શ્રીમદ્ રાજચંદ્રજી)
મહિનભાવ વિચાર અધીન થઈ, ના નિરખું નયને પનારી; પત્થર તુલ્ય ગણું પર વૈભવ, નિર્મળ તાત્વિક લેભ સમારી. દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉ સ્વરૂપ વિચારી એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. -શ્રી મોક્ષમાળા.
જેમ કેઈ અમુક સ્થળે વ્યાપારની ભારી અનુકૂલતાને લીધે દ્રવ્યલાભ ખૂબ થાય છે, એમ સાંભળીને સ્વાર્થ પટુ વ્યાપારી વણિકને ત્યાં શીધ્ર દોડી જઈ વિપુલ ધનસંપત્તિ પ્રાપ્ત કરવાનું મન થઈ આવે; તેમ અત્રે પણ અહિંસાદિ ગવ્યાપારની અનુકૂળતાએ અપૂર્વ આત્મલાભ થાય છે એમ સાંભળીને, આત્માર્થ પટુ મુમુક્ષુને પણ તેવા અહિંસાદિ યેગવ્યાપારથી અપૂર્વ આત્મગુણસંપત્તિ મેળવવાનું મન થઈ આવે છે, રુચિ-ઈચ્છા ઉપજે છે, કોડ-મરથ જાગે છે. “ જ્ઞાનાદિક ગુણ સંપદા રે, તુજ અનંત અપાર; તે સાંભળતાં ઉપની રે, રુચિ તિણે પાર ઉતાર....અજિત જિન.”– શ્રી દેવચંદ્રજી.
તથા આ જે ઈચ્છા ઉપજે છે તે અવિપરિણામિની હોય છે, કદી વિપરિણામનેવિપરીત પરિણામને પામતી નથી, કારણ કે તદ્દભાવની સ્થિરતા હોય છે, એટલે તે ઈચ્છા કદી અનિચ્છારૂપ થતી નથી, પ્રીતિ અપ્રીતિરૂપ થતી નથી, રુચિ અરુચિરૂ૫ થતી નથી. જે ઈચ્છારૂપ ભાવ ઉપજે તે ઉપજે, તે કદી વિપરિણામ પામી અભાવરૂપ થતું નથી. એ ઉત્કટ અંતરંગ ઇચ્છાભાવ અત્રે પ્રગટે છે. તે ઈરછા-રુચિને અંતરંગ રંગ લાગ્યું તે લાગે, કદી ભૂંસાતો જ નથી. જેમ ચાળ મજીઠને રંગ કદી જતો નથી, તેમ આત્માને લાગેલે આ દઢ ઈચ્છા-રંગ કરી જ નથી વસ્ત્ર જીર્ણ થઈને ફાટી જાય પણ પાક મજીઠને રંગ જાય નહિ; તેમ દેહ જીર્ણ થઈને પડી જાય પણ જાગેલા આત્માને લાગેલે આ ભાવરંગ કદી જાય નહિ; તે ભવાંતરમાં પણ આજ્ઞાંકિત અનુચરની જેમ અનુગામી થઈને પાછળ પાછળ ચાલ્યો આવે. ઘાટ ઘડામણ ભલે જાય, પણ સેનું કદી વિણસે નહિં; તેમ દેહના ઘાટ ભલે જાય, પણ તેના જેવા આ જાગ્રત આત્માને લાગેલે અંતરંગ રંગ ટળે નહિં. (જુઓ, કાવ્ય પૃ. ૨૩૯ ) તથા–
सर्वत्र शमसारं तु यमपालनमेव यत् ।
प्रवृत्तिरिह विज्ञेया द्वितीयो यम एव तत् ॥ २२६ ॥ કૃત્તિ–સર્વત્ર-સર્વત્ર સામાન્યથી, રામસાજું સુ-શમસાર જ, ઉપશમસાર જ, યમપાહનમેવ ચT-ક્રિયાવિશિષ્ટ એવું જે યમપાલન, પ્રવૃત્તિરિ વિષે-તે અહીં પ્રવૃત્તિ જાણવી. યમેમ-દ્વિતીય યમ 4 તા-તે દ્વિતીય યમ જ છે, પ્રવૃત્તિયમ છે એમ અર્થ છે.