SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદષ્ટિ આત્માદિ અતીન્દ્રિય અથ આગમચર (૩૪૭) છે, જે રૂપને જાણનારે છે, તેને દૃષ્ટિ કેમ દેખી શકશે વારુ? સવ “જે દ્રષ્ટા છે ઇંદ્રિયથી પર એવો અબાધ્ય અનુભવ જે બાકી રહે છે, તે જ જીવનું દ્રષ્ટિનો” સ્વરૂપ છે. પ્રત્યેક ઇંદ્રિયને તે પોતપોતાના વિષય પૂરતું જ જ્ઞાન હોય છે, પણ આત્માને તે પાંચ ઇંદ્રિયના વિષયનું ભાન હોય છે. દેહ તે આત્માને જાણતું નથી, ઇંદ્રિય કે પ્રાણ તેને જાણતા નથી, પણ ખુદ આત્માની સત્તા વડે કરીને જ તે દેહ ઇંદ્રિય ને પ્રાણ પોતપોતાના નિયત કાર્યમાં પ્રવર્તે છે. આત્મા એ બધા યંત્રને ચલાવનારો યંત્રવાહક છે. આમ સર્વ અવસ્થામાં જે સદાય ન્યારો–જુદો જ જણાય છે, જુદો જ તરી આવે છે, જે પ્રગટરૂપે ચિતન્યમય છે, તે આત્મા છે; અને એ જ એનું સદાય એધાણ છે–એળખવાની નીશાની છે. બાકી દેહાધ્યાસને લીધે આત્મા દેહ સમાન ભાસે છે, પણ તે બન્ને પ્રગટ લક્ષણ ઉપરથી ભિન્ન છે,–“જેમ અસિ ને મ્યાન’ ભિન્ન છે–જુદા છે તેમ. “જે દષ્ટા છે દષ્ટિને, જે જાણે છે રૂપ; અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પંચ ઇંદ્રિના વિષયનું, પણ આત્માને ભાન. દેહ ન જાણે તેહને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. સર્વ અવસ્થાને વિષે, ત્યારે સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન.” (જુઓ) શ્રીમદ્ રાજચંદ્રજીકૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, આમ આત્માદિ અર્થનું અતીન્દ્રિયપણું સાબિત થાય છે. અને તે અતીન્દ્રિય પદાર્થ તે કવચિત્ પણ પ્રસ્તુત શુષ્ક તર્કને વિષય નથી હેતે. સુક્કા, નીરસ, વિતંડાવાદ જેવા કોરાધાકડ તર્કથી કદી પણ અતીન્દ્રિય અર્થની સિદ્ધિ થતી નથી. માટે એવા અપ્રજનભૂત, ઇષ્ટ સિદ્ધિને નહિં સાધનારા, અને ઉલટા આત્માર્થને હાનિરૂપબાધારૂપ થઈ વ્યાસેહ ઉપજાવનારા શુષ્ક તર્કને કર્યો વિચારવંત આત્માથી પુરુષ સેવે ? આદરે? કઈ વિચારવાન વિવેકી જીવ તે તેને દૂરથી પણ સ્પશે જ નહિં.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy