________________
દીપ્રાદષ્ટિ : અતીન્દ્રિય અથ શુક તને અવિષય
(૩૪૫) માટે આવા કુતકગ્રહનો-કદાગ્રહને તુણની જેમ ત્યાગ કર એ જ ઉદારદ્ધિ મુમુક્ષુજનને ઉચિત છે, અને એમ જે કરે છે, “તેને પતિવ્રતા કુલીન સ્ત્રીની જેમ ગુણાનુરક્ત યશલક્ષ્મી કદી છેડતી નથી. અને આ સિંઘ આ દુષ્ટ, અનિષ્ટ, અસત્ એ કુતર્ક વિષમ ગ્રહ, અત્રે આ દષ્ટિમાં અવેદ્યસંવેદ્યપદનો જય થતાં આપોઆપ ટળે છે.
। इति कुतर्कविषमग्रनिन्दाधिकारः।
અતીન્દ્રિય અર્થસિદ્ધિઉપાય અને અહીં આ એમ છે, એટલા માટે કહે છે –
अतीन्द्रियार्थसिद्धयर्थ यथालोचितकारिणाम् । प्रयासः शुष्कतर्कस्य न चासौ गोचरः क्वचित् ॥ ९८ ॥ સિદ્ધયર્થ અતીન્દ્રિયાર્થીની, પ્રેક્ષાવંત પ્રયાસ;
ને તે ગોચર કયાંય ના, શુષ્ક તર્કને ખાસ ૦૮
અર્થ –ોઈ વિચારીને વર્તનારા પ્રેક્ષાવત જનને પ્રયાસ અતીન્દ્રિય અર્થની સિદ્ધિને અર્થે હોય છે, અને તે અતીન્દ્રિય અર્થ તે કવચિત્ પણ શુષ્ક તકને ગોચર (વિષય) હેત નથી.
વિવેચન જે પ્રેક્ષાવંત વિચારવાનું જ છે, તે વિવેકીઓને પ્રયાસ અતીન્દ્રિય અર્થની સિદ્ધિ અર્થે હોય છે. ધર્મ, આત્મા આદિ અતીન્દ્રિય અર્થ છે, એટલે કે ઇન્દ્રિયને અગોચર છે, ઇંદ્રિયજ્ઞાનવડે જાણી શકતા નથી. ત્યાં ગો–ચર નથી, અર્થાત્ ગો એટલે ઇંદ્રિય, તેને ચર-સંચાર નથી, ગતિપ્રસર નથી. આવા અતીન્દ્રિય, ઇંદ્રિયજ્ઞાનથી પર એવા ધર્મ–આત્મા આદિ અર્થનું સ્વરૂપ વાસ્તવિક રીતે કેવું છે ? તે જાણવા માટે, સમજવા માટે ને સિદ્ધ કરવા માટે વિચારવંત વિવેકી પુરુષો સતત પ્રયત્નશીલ રહે છે,
જૂત્તિઃ–અતીનિવાર્થસિદ્ભયર્થ-અતીન્દ્રિય અર્થની સિદ્ધિને અથે, ધમ આદિની સિદ્ધિ અર્થે એમ અર્થ છે, થોતિરિણા-યથાલેચિતકારીઓને. પ્રેક્ષાવતને, પ્રચાર-પ્રયાસ, પ્રવૃત્તિ-ઉત્કર્ષ હોય છે. શુદત્તરા-અધિકૃત શુષ્ક તર્કને, ન વાલી-અને નથી હતો તે અતીન્દ્રિય અર્થ, જોર -ગોચર, વિષય, વિત્ત-કવસ્તિ , કર્યાય પણ. + “ વિવંતામુવા વૃદ્ધિારું વસ્તૃવજ્ઞાતિ
ગણાતિ તૈને ગુરુવ રાષટુ ગુણાનુર સ્થિત યાશ્રી: II – શ્રી અધ્યાત્મસાર,