________________
(૬૩૬)
ગદષ્ટિસમુચ્ચય ખરા અંતઃકરણથી ઈચ્છે છે. એટલે તે ડાહ્યો સમજુ રોગી જેમ કુશળ સવનું શરણ લે છે, અને પિતાનું ડહાપણ ડહોળ્યા વિના વૈદ્યની સૂચના મુજબ ઔષધપ્રયોગ કરે છે, અને તેથી કરીને રોગમુક્ત થાય છે. તેમ સમ્યફ સમજણવાળે ડાહ્યો સમજુ “પંડિત' જીવ સદ્દગુરુરૂપ સુજાણ સવૈિદ્યનું શરણુ લે છે, અને પોતાની મતિકલ્પનારૂપ સ્વચ્છેદનું ડોઢડહાપણ છોડી દઈ શ્રીમદ્ સદ્ગુરુની આજ્ઞાનુસાર રત્નત્રયી
ઔષષનું પ્રતિસેવન કરે છે, અને તેથી તે ભવરોગથી મુક્ત થાય છે. પણ કુપથ્થસેવનમાં આસક્ત એવો અણસમજુ રોગી જેમ મીઠું મીઠું અનુકૂળ વદનારા ઊંટવૈદ્યને (Quack) પકડે છે, અને તેણે બતાવેલ ઊંટવૈદું સેવીને ઉલટો હાથે કરીને હેરાન થાય છે ને રોગમુક્ત થતું નથી; તેમ વિષય-કદન્નમાં આસક્ત એ બાલ અણસમજુ જીવ વિષયાનુકૂળપ્રથમ દષ્ટિએ મીઠા લાગતા પણ પરિણામે હાલાહલ ઝેર જેવા વચન વદનારા મિથ્યાદષ્ટિ અસદ્દગુરુરૂપ ઊંટવૈદ્યને આશ્રય કરે છે, અને તે અનાડી વૈદ્યના અનાડી ઉપાયથી હાથે કરીને વિકૃપમાં ઊંડો ઉતરે છે ને ભવરોગથી મુક્ત થતું નથી. ઇત્યાદિ પ્રકારે રાગી રેગીના પ્રકાર હોય છે, અને તે ઉપરથી પણ રોગની સાધ્યતા–અસાધ્યતાના પ્રાથનમાં (Prognosis) પણ ફરક પડે છે.
તેમજ-રોગ જેમ યથાયોગ્ય ચિકિત્સાથી (Right treatment) કાબૂમાં આવે છે. ને મટે છે, તેમ ભવગ પણ યથાયોગ્ય ચિકિત્સાથી કાબૂમાં આવે છે ને મટી જાય છે.
રગચિકિત્સામાં પ્રથમ જેમ રોગના મૂળ નિદાનને, કારણને, સ્વરૂપને, રોગચિકિત્સા ચિહને, પરિણામને અને ચિકિત્સાને બરાબર જાણનારા કુશળ નિષ્ણાત
| (Expert, Specialist) સવૈદ્યની જરૂર છે તેમ ભવરોગની ચિકિત્સામાં પણ ભવરગના મૂળ નિદાનને, કારણને, સ્વરૂપને, ચિહ્નને, પરિણામને અને નિવારણરૂપ ચિકિત્સાને યથાર્થ પણે બરાબર જાણનારા કુશળ જ્ઞાની સદ્દગુરુરૂપ “સુજાણ” સદવૈદ્યની અનિવાર્ય જરૂર પડે છે. વળી રોગના નિવારણમાં જેમ ઉત્તમ ઔષધની જરૂર પડે છે, તેમ ભવરોગના નિવારણમાં સમ્યગુદર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ સદ્ ઔષધત્રયીની જરૂર પડે છે. પથ્ય અનુપાન સાથે એસડનું બરાબર સેવન કરવામાં આવે તે જ તે ફાયદે કરે છે, ગુણકારી થાય છે, નહિં તો ઉલટું અનર્થકારક થઈ પડે છે; તેમ ગુરુ આજ્ઞારૂપ પથ્ય અનુપાન સાથે જે પરમ અમૃતસ્વરૂપ રત્નત્રયી ઔષધિનું સમ્યફ સેવન કરવામાં આવે, તે જ તે ગુણકારી-આત્મપકારી થાય છે, નહિં તે આત્માર્થ-હાનિરૂપ અનર્થ વિપરિણામ નીપજાવે છે. પરમ આત્મદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું સુભાષિત છે કે:
“આત્મબ્રાંતિ સમ રેગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પય નહિં, ઔષધ વિચાર ધ્યાન.”–શ્રી આત્મસિદ્ધિ અને આમ યથાયોગ્યપણે ઔષધ પ્રયોગથી રોગ નિમૂળ થતાં રોગી જેમ ની રેગી બને