________________
(૧૬)
ગદષ્ટિસમુચ્ચય ભય પામર ત્યારે,–શ્વાનની ગતિ ધારણ કરી ! પણ “હાથીની પાછળ કૂતરાં ભસે” કરસાલી’ તેની જેમ તે બાપડા ભસતા જ રહ્યા ! અને ભગવાનની સ્વારી તે
તેની ઉપેક્ષા કરી આગળ ચાલી ! અર્થાત્ આ તુચ્છ પામર દોષે આ પરમ સમર્થ ગિવર પાસે અકિંચિકર થઈ પડયા, તેમના પર પિતાની કાંઈ પણ અસર નીપજાવવા સર્વથા અસમર્થ નીવડ્યા !
હાસ્ય અરતિ રતિ શેક દુગચ્છા, ભય પામર કરસાલી;
નોકષાય ગજ શ્રેણ ચઢતાં, શ્વાન તણી ગતિ ઝાલી...હે મણિજિન !”
રાગ, દ્વેષ અને અવિરતિ પરિણામ કે જે ચારિત્રમેહના જબરજસ્ત યોદ્ધા હતા, તે તે જેવી આ ભગવાનની વીતરાગ પરિણતિ પરિણમી કે તત્પણ બાઘા બની ઉઠીને
નાઠા વળી વેદયરૂપ જે કામવિકાર પરિણામ-કામ્ય કર્મ તે સર્વને ચરણ મેહના પણ આ ભગવાને ત્યાગ કર્યો. આમ ચારિત્રમોહને સર્વનાશ કરી, દ્ધા” નિષ્કારણ કરુણરસના સાગર એવા આ પરમ કૃપાળુ દેવે અનંત
ચતુષ્ક પદ પ્રગટ કર્યું, અર્થાત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ને અનંત વીર્યની પ્રાપ્તિ કરી.
રાગ દ્વેષ અવિરતિની પરિણતિ, ચરણ મહિના દ્વા; વીતરાગ પરિણતિ પરિણમતાં, ઊઠી નાઠા બધા.... હે મણિજિન વેદોદય કામા પરિણામ, કામ્ય કરમ સહુ ત્યાગી; નિષ્કારણ કરુણરસ સાગર, અનંત ચતુષ્ક પદ પાગી. મલ્લિજિન !”
આવા આ પરમ વીતરાગ પ્રભુ દાન સંબંધી વિઘને-અંતરાયને નિવારી સર્વજનને અભયદાનપદના દાતા થયા. લાભ સંબંધી વિઘને નિવારી પરમ લાજરસથી
મસ્ત એવા આ પ્રભુ જગને વિન્ન કરનારા લાભવિક્મના નિવારક થયા. પરમ લાભ પંડિત વયે કરીને વીર્યવિદ્ધને–વીતરાયને હણીને આ પ્રભુ પૂર્ણ રસ માતા” પદવીના યોગી બન્યા અને ભોગ-ઉપભોગ એ બંને વિન નિવારીને પૂર્ણ ભોગના સુભાગી થયા.
“દાન વિઘન વારી સહુ જનને, અભયદાન પદ દાતા; લાભ વિઘન જગ વિઘન નિવારી, પરમ લાભ રસ માતા હે...મલ્લિજિન ! વીય વિઘન પંડિત વીયે હણી, પૂરણ પદવી ગી; ભગોપગ દેય વિઘન નિવારી, પૂરણ ભાગ સુભગી હે....મલિજિન !”
આમ (૧) અજ્ઞાન, (૨) નિદ્રા, (૩) મિથ્યાત્વ, (૪) હાસ્ય, (૫) અરતિ, (૬) રતિ, (૭) શેક, (૮) દુગચ્છા, (૯) ભય, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨)