________________
પર દષ્ટિ મેહનીય-કર્મોને રાજા, ઘાતિ-અઘાતિ પ્રકૃતિ
(૧૧) મિથ્યાત્વમાં ફેરવી નાંખે છે. અને ચારિત્ર મોહનીય આત્માના સ્વભાવસ્થિતિરૂપ ગુણને વિભાવ સ્થિતિપણામાં પલટાવી નાંખે છે. આમ આત્માના પરમ અમૃતમય ગુણને વિષમય વિકૃત સ્થિતિ પણમાં પલટાવી નાંખવાનું મહાદુષ્ટ અધમ કૃત્ય (villain's action) મેહનીય કર્મ કરે છે. બીજાં કમ તે માત્ર આવરણ કે અંતરાય કરીને અટકે છે, ત્યારે આ મહાનુભાવ (!) મેહનીયકમ તે પોતાનું દોઢડહાપણ વાપરી ઉલટ બગાડો કરી મૂકે છે ! એટલે જ એ આત્માને ભયંકરમાં ભયંકર ને મોટામાં મોટો દુશ્મન (Ring-leader) છે. તે નાયકના જોર પર જ બીજાં કર્મોનું બળ નભે છે, તેનું જેર ક્ષીણ થતાં અન્ય કર્મોનું બળ પણ ક્ષીણ થાય છે. આમ અન્ય કર્મોને આશ્રયદાતા- “અન્નદાતા” હેવાથી નેકનામદાર મોહનીયને કર્મોને “રાજા” કહ્યો છે તે યથાર્થ છે.
“કમ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. કમ મોહિનીય ભેદ બે, ૧ દર્શન ૨ ચારિત્ર નામ;
હણે ૧ બંધ ર વીતરાગતા, અચૂક ઉપાય આમ. ”—શ્રી આત્મસિદ્ધિ કમની મૂળ પ્રકૃતિ આઠ, તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની કહેવાય છે. ચાર ઘાતિનીને ધર્મ આત્માના ગુણની ઘાત કરવાનો અર્થાત્ (૧) તે ગુણને આવરણ કરવાને, અથવા (૨) તે ગુણનું બળ-વીય રધવાને, અથવા (૩) તેને વિકળ કરવાને છે. અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દર્શનાવરણીય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભંગ ઉપગ આદિને, તેનાં વીય–બળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભોગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણ નથી; પણ સમજતાં છતાં ભેગાદિમાં વિક્ત-અંતરાય કરે છે, માટે તેને આવરણ નહિં પણ અંતરાય પ્રકૃતિ કહી. આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઈ, ચોથી ઘાતિની પ્રકૃતિ મેહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને મૂચ્છિત કરી, મોહિત કરી વિકળ કરે છે, જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહિ છતાં પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુંઝવે છે, માટે એને મેહનીય કહી. આમ આ ચારે સર્વઘાતિની પ્રકૃતિ કહી. બીજી ચાર પ્રકૃતિ જે કે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યા કરે છે અને ઉદય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણની આવરણ કરવારૂપે કે અંતરાય કરવારૂપે કે તેને વિકળ કરવારૂપે ઘાતક નથી માટે તેને અઘાતિની કહી છે. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૯૩. (ઉપદેશ નેધ, ૩૯)
આ ચાર ઘાતિ કર્મ શિવાયના શેષ-બાકીના જે ચાર કર્મ છે, તે “અઘાતિ