________________
પ્રભા દૃષ્ટિ: સાર, પ્રભા દષ્ટિના કળશ કાવ્ય
(૫૮૯)
કળશ કાવ્ય
માલિની દિનકર શું પ્રકાશી આ પ્રભા નામ દષ્ટિ, શમ અમૃત ઘનની અત્ર ઉદ્દામ વૃષ્ટિ, નિરમલ પ્રતિપત્તિ તત્ત્વકેરી પ્રવ, રુગરહિત કિયા સૌ સર્વદા શુદ્ધ વૉ. ૧૩૫ વિષય સુખતણું સૌ સાધને જીતનારું, બલથી સ્વપર ભેદજ્ઞાનના જન્મનારું; પ્રશમરસથ સાર ધ્યાનનું સૌખ્ય એવું, અહિં અનુભવ ચાખે યોગી-ઔષમ્ય કેવું? ૧૩૬ પરવશ સઘળયે લેકમાં દુઃખ જાણે, નિજવશ સઘળુંયે સુખ તે તે પ્રમાણે, લખણ સુખદુઃખનું એ સંક્ષેપમાંહિ, પરવશ સુખ પુષ્પાપેક્ષૌ તે દુઃખ આંહિ. ૧૩૭ નિરમલ અતિ બધે આત્મનું શુલ ધ્યાન, નિશદિન જ મહાત્મા જ્ઞાનીને એહ સ્થાન; મલ ગલિત થયે તે હેમ કલ્યાણ જાચું, ત્યમ અમલ કહે “હ્યાં ધ્યાન કલ્યાણ સાચું. ૧૩૮ વિષમ વિષય આદિ વિષ-જ્યાં ક્ષીણ વર્તે, અપુનરગતિદાયી સતુપ્રવૃત્તિ પ્રવર્તે, પરમ પ્રવહતી જ્યાં શાંતિ સુધા સરિતા, ધ્રુવ શિવ પથદાત્રી યોગીને નિત્ય પ્રીતા. ૧૩૯ પરપરિણતિ કે સંગ જ્યાં નો'ય કાંઈ, પર સમયન જેમાં હાય સ્વને ન છાંઈ; સમય પણ ન જેમાં હાય વિભાવ વૃત્તિ, સ્થિતિ જ સ્વસમયે તે સત્ અસંગી પ્રવૃત્તિ. ૧૪૦ સત પ્રવૃત્તિપદં તે' હ્યાં અસંગાનુષ્ઠાન, મહત પથ પ્રતિ તે યોગિનું છે પ્રયાણ પરિખય વિસભાગ શાંતસંવાહિતાય, શિવપદ ધ્રુવભાગ ગિથી તે ગવાય. ૧૪૧ સકલ સ્થલ અસંગી આ અસંગાનુષ્ઠાન, સ્થિત અહિં ઝટ યોગી સાધતો એહ સ્થાન; નિશદિન મનની આત્મ આનંદ જામે, પર પદ ભગવાને દાસ તે શીધ્ર પામે ૧૪૨
॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकाना मकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने सप्तमी કમાદષ્ટિઃ ||