________________
કાંતા દષ્ટિ : જ્ઞાનીને “ભાગ નહિં ભવહેત”, “ધાર તરવારની
(પર૯) સપુરુષથી શ્રવણ થયો હોય જે ધર્મ તેને વિષે પરિમિત કરવા કહે છે. તે પુરુષદ્વારા શ્રવણ પ્રાપ્ત થયેલ છે જે ધર્મ તેમાં સવ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે, તેથી ઉદાસીન થઈ એક લક્ષપણે, એક ધ્યાનપણે, એક લયપણે, એક સ્મરણપણે, એક શ્રેણીપણે, એક ઉપયોગપણે, એક પરિણામપણે સર્વ વૃત્તિમાં રહેલે જે કામ્ય પ્રેમ તે મટાડી, મૃતધર્મરૂપ કરવાને ઉપદેશ કર્યો છે; એ કામ્ય પ્રેમથી અનંતગુણવિશિષ્ટ એવો શ્રત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે, તથાપિ દષ્ટાંત પરિસીમાં કરી શકયું નથી, જેથી દષ્ટાંતની પરિસીમા જ્યાં થઈ ત્યાં સુધીનો પ્રેમ કહ્યો છે, સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડ્યો નથી.”-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૧ (૩૯૫)
અને બીજા લોકપ્રસિદ્ધ દષ્ટાંત પણ ઘટે છે. જેમકે–ગાય વનમાં ચારો ચરવા જાય છે, ચારે દિશામાં ફરે છે, પણ તેનું મન તો પિતાના પરમ પ્રિય વત્સ-વાછરડામાં જ હોય છે. ચાર પાંચ સાહેલીઓ હળીમળીને પાણી ભરવા જાય છે, તે પાણીનું બેડું માથા પર મૂકીને ઝપાટાબંધ રૂવાબભેર ચાલે છે, વાતો કરતી જાય છે, તાલી દીએ છે ને ખડખડાટ હસે પણ છે, પણ તેની નજર તે “ગગુરિઆમાંય”—તેની ગાગરમાં જ હોય છે. તેમ પરભાવના વિક્ષેપથી રહિત એવા જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાનીનું મન પણ સંસાર સંબંધી અન્ય કાર્ય કરતાં થકાં પણ સદાય કૃતધર્મના જ ધ્યાનમાં લીન હોય છે. “જિન ચરને ચિત્ત લાવ, વૈસે જિન ચરને ચિત્ત લાવ, ચારે ચરનકે કારણે રે, ગૌઆ બનમેં જાય; ચારે ચરે ફિરે ચિહુ દિશિ, વાંકી નજર બહુરિઆ માંહ્ય વૈસે જિન ચાર પાંચ સાહેલિઆ મિલી, હિલમિલ પાની જાય; તાલી દીએ ખડખડ હસે, વાંકી નજર ગગુરિઆ માંહ્ય...સે.”—શ્રી આનંદઘનજી. “નિશદિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દૂર રે; જબ ઉપગાર સંભારીએ, તવ ઉપજે આનંદપૂર છે.”–શ્રી યશોવિજયજી.
અને આવા સહજ સ્વભાવભૂત આક્ષેપક જ્ઞાનના પ્રભાવને લીધે જ આ જ્ઞાની સમ્યગૃષ્ટિ પુરુષને ભોગે પણ ભવહેતુ થતા નથી-સંસારકારણ બનતા નથી ! જે
સાંસારિક ભેગે બીજા સામાન્ય પ્રાકૃત જનને સંસારહેતુ હોય છે, તે “ભગ નહિ ભેગો પણ આ દષ્ટિવાળા જ્ઞાની પુરુષને સંસારકારણ થતા નથી, એ વહેત’ અત્યંત આશ્ચર્યકારક પણુ પરમ સત્ય ઘટના છે. આને ખુલાસે
એમ છે કે-સામાન્ય સંસારી અજ્ઞાની જીવને વિષયોનું આક્ષેપણઆકર્ષણ હોય છે, અને આ જ્ઞાની પુરુષને તે નિરંતર શ્રતધર્મનું જ આક્ષેપણ–આકર્ષણ હોય છે. અજ્ઞાની જીવ સદાય વિષયાત્ત હેઈ, વિષયાકાર વૃત્તિને ભજતે રહી વિષયને જ ઈચ્છે છે કે તે પ્રત્યે દોડે છે. અને જ્ઞાની પુરુષ તે ઉપરમાં જોયું તેમ સદાય શ્રુત