________________
(૫૧૬)
યોગદૃષ્ટિસમુચ્ચય
તે પૌદ્ભગલિક વિષયભાગથી નિર ંતર દૂર દૂર ભાગે છે, અને કાચબાની જેમ વિષયેામાંથી ઇંદ્રિયાનેા પ્રત્યાહાર કરે છે-પાછી ખેચી લે છે. એટલે એમની આશ્રવભાવની ચાલ સહેજેઅનાયાસે છૂટી જાય છે, અને ઉગ્ર સવર દશા પ્રગટે છે. જેથી તેઓને આત્મા પાતે જ સાક્ષાત્ સવરરૂપ થાય છે, સ્વરૂપગુપ્ત અને છે.-આમ નિત્યદર્શન-પ્રત્યાહાર આદિ પાંચમી દૃષ્ટિના ગુણગણને આત્મલાભ અત્ર છઠ્ઠી સૃષ્ટિમાં વિશેષ પ્રખળપણે-નિ`ળપણે અનુવરો છે જ. આવા પરમ ઉદાર ગુણસ ́પન્ન સભ્યદૃષ્ટિ સત્પુરુષને દેખીને અન્ય જીવાને પણ તેમના પ્રત્યે સ્વાભાવિક પ્રેમ સ્ફુરે એવી તેમની જનપ્રિયતા હાય છે. આ મહેતાના સ્વરૂપાચરણરૂપ ચારિત્રના કાઈ એવા મુંગા મહાપ્રભાવ સ્વય' સ્ફુરે છે, કે તેમને જોતાં જ ખીજા જીવાને તેમના પ્રત્યે કુદરતી પ્રેમ-બહુમાન ઉપજે છે.
ચેાગનું છઠ્ઠું અંગ-ધારણા
જિનરાજની સેવના કરવી, ધ્યેય ધ્યાન ધારણા ધરવી.”—શ્રી દેવચ'દ્રજી. આ સૃષ્ટિમાં ધારણા નામનુ' છ ું ચેગ અંગ પ્રાપ્ત થાય છે, કારણુ કે પ્રત્યાહાર નામનું પાંચમું અંગ સાંપડ્યા પછી સ્વાભાવિક ક્રમે ધારણા થાય છે. ધારા એટલે ચિત્તને દેશમધ, ચિત્તને અમુક મર્યાદિત દેશમાં-ક્ષેત્રમાં બાંધી રાખવું-ધારી વિભાવ નિવૃત્તિ રાખવું તે ધારણા, એમ તેની વ્યાખ્યા છે. મનેામર્કટ ચારે કાર ભ્રમણ સ્વભાવ પ્રવૃત્તિ કરવાને અતિ ચંચલ સ્વભાવ ધરાવે છે, તેને નાસાગ્ર આદિમાં સ્થિર કરવું, અથવા શ્રુતસ્કંધના નિરંતર આરેહણુ-અવરોહણમાં રોકી રાખવું, પ્રભુભક્તિરૂપ ખીલામાં પ્રેમની સાંકળથી બાંધી રાખવું, અથવા શુદ્ધ આત્મચિંતનના વ્યાપારમાં ધારી રાખવું તે ધારણા છે. (જુએ પૃ. ૨૧૨-૨૧૩) આત્માને પરભાવમાંથી પ્રત્યાહત કરવા– પાછા ખેચવા તે પ્રત્યાહારનું કામ છે, ને તેને આત્મભાવમાં ધારી રાખવા તે ધારણાનું કામ છે. આમ ચિત્તને વિષયેામાંથી વ્યાવૃત્ત કરી આત્મભાવમાં જ પ્રવૃત્ત કરવુ, આત્મસ્વરૂપ ધર્માંમાં જ ધારી રાખવું એવી શુદ્ધ ધારણા સભ્યષ્ટિ ચેાગી પુરુષ ધરે છે, કે જે અંતે તત્ત્વાનંદમય પૂર્ણ સમાધિમાં લયને પામે છે. આવી ઉત્તમ આત્મધારણાવાળા સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષ ‘પરપરણિત* છેાડી દઇ, ભેદવાદોનું ખંડન કરી, ઉતિ અખડ એવા પ્રચંડ જ્ઞાનમય સ્વભાવમાં સ્થિતિ કરે છે, તે પછી તેને બીજી કર્તા-કમ પ્રવૃત્તિને અવકાશ કયાંથી હાય ? અથવા પૌલિક કર્મબંધ કયાંથી હોય ?' આવી અદ્ભુત આત્મસ્વભાવ ધમચ
*"परपरिणतिमुज्झत् खंडयद्भेदवादा - निदमुदितमखण्डं ज्ञानमुञ्चण्डमुचैः । ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्तेरिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः || ” (પ્રત્યદિ વિશેષ માટે જુએ)—શ્રી સમયસારકલશ,