________________
મિથરાદષ્ટિ : પાપસખા મનહિંસાદિ પાપમય ભોગ
(૪૯૫) અને સમ્યગૃષ્ટિની આવી પ્રવૃત્તિ તત્વથી–પરમાર્થથી હોય છે, કારણ કે તેને નિશ્ચયપણે ગ્રંથિભેદ થયો છે. એટલે વિવેકની પરિશુદ્ધિને લીધે તે ઉત્તમ શ્રુતપ્રધાન હેઈ એમ વિચારે છે.
न ह्यलक्ष्मीसखी लक्ष्मीर्ययानन्दाय धीमताम् । तथा पापसखा लोके देहिनां भोगविस्तरः ॥१५९॥ અલક્ષ્મસખી લક્ષ્મી ન દે, ધીમંતને આનંદ
પાપસખા ત્યમ પ્રાણિને, અહીં ભેગને વૃદ. ૧૫૯ અર્થ :–ખરેખર અલક્ષ્મીની સખી એવી લક્ષમી બુદ્ધિમંતોને આનંદ માટે થાય જ નહિ; તેમ લેકમાં પાપને સખા એવો ભેગવિસ્તર પ્રાણુઓને આનંદ માટે થતું નથી.
વિવેચન અલક્ષ્મી જેની સખી છે, એવી લક્ષ્મી બુદ્ધિમંતોને આનંદદાયક થતી નથી, તેમ પાપ જેને સખા છે એવો ભેગવિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતું નથી.
સામાન્ય લેકવ્યવહારમાં પણ મનાય છે કે અલકમી જેની બહેનપણી છે અર્થાત્ જે લક્ષ્મીની સાથે અલક્ષ્મી સહચરીરૂપે જોડાયેલી છે, જે લક્ષ્મીના પરિણામે અલક્ષ્મી
પ્રાપ્ત થાય છે, તેવી લક્ષ્મી ડાહ્યા માણસોને આનંદનું કારણ થતી નથી. પાપસખા કારણ કે જે લક્ષ્મી અનુબંધે અલક્ષ્મી આપે, જે કરેલી કમાણી ભેગ ધૂળધાણી થઈ નિર્ધનપણું આપે, ને અંતમાં દાહ દઈને ચાલી જાય,
તેવી લક્ષમીથી બુધજન કેમ રાચે? તેમ સમસ્ત પ્રકારનો જે ભોગવિસ્તાર છે તેને સખા-મિત્ર પાપ છે. ભેગની અને પાપની એવી ગાઢ મિત્રી છે, એવી દિલે જાન દસ્તી છે કે, જ્યાં જ્યાં ભેગપ્રવૃત્તિ છે, ત્યાં ત્યાં તેને સહચર દિલેજાન દસ્ત પાપ અવશ્ય હાજર હોય જ છે. અર્થાત્ ભગપ્રવૃત્તિ પાપ વિના થઈ શકતી નથી, એ એ બનેને એક બીજા વિના ન ચાલે એ–ચેન ન પડે એ અવિનાભાવી સંબંધ છે. આ પાપરૂપ મિત્રવાળે અથવા પાપનો મિત્ર–ગોઠીઓ ભેગવિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતું નથી, અને ભૂતપઘાતથી પાપ છે, એમ ભાવના છે. અને પાપથી તે
વૃત્તિ –-નહિં જ, અટકવી સ્ત્રી-અલક્ષ્મીની સખી એવી લક્ષ્મી, અથવા અલક્ષ્મી જેની સખી છે એવી લક્ષ્મી,-તથાપ્રકારે ઉભયના પરિભોગથી, ચણાનાર ધીમતામ-જેવા પ્રકારે ધીમાતાના આનંબથે,–તથા તેવા પ્રકારે, પાપરતા-પાપન સખા, અથવા પાપ જેને સખા છે એ, ઢો–લોકમાં –તેના અવિનાભાવથી, તેનાં મોજવિતાડ-પ્રાણીઓનો ભોગવિસ્તર, આનંદાથે થતું નથી,-ભૂતનો ઉપઘાત કર્યા વિના ભાગ સંભવ નથી, અને ભૂતપઘાતથી પાપ છે એમ ભાવના છે,