________________
(૪૭૬)
યોગદૃષ્ટિસમુચ્ચય
સ્વપનું છે સ’સાર. '—ઇત્યાદિ પ્રકારે નિરંતર ભાવતા આ સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષને આ સમસ્ત સ'સાર સ્વપ્ન જેવા, મૃગજળ જેવા, ગગનનગર જેવા, ઉપલક્ષણથી એઠ જેવા, મૂળ–રાખ જેવા, કાજળની કાટડી જેવા ભાસે છે. કારણકે સ્વપ્નરૂપ અજ્ઞાન દશા વ્યતીત થઇ, તેને જ્ઞાનરૂપ જાગ્રત દશા પ્રાપ્ત થઈ છે.
“ જાગીને જોઉ* તા જગત દ્વીસે નહિ', ઊંઘમાં અટપટા ભાગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે
બ્રહ્મ પાસે.” શ્રી નરસિહ મહેતા.
“ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીયે જ્ઞાનિર્દેશા, ખાકી વાચા જ્ઞાન. ’”—શ્રી આત્મસિદ્ધિ
“ આ લેાક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાના પાણીને લેવા દેાડી તૃષ્ણા છીપાવવા ઈચ્છે છે, એવા દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનુ વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુળ ખેદ, જ્વરાદિ રાગ, મરણાદિક ભય, વિયાગાદિક દુઃખને અનુભવે છે; એવી અશરણુતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણુ છે; સત્પુરુષની વાણી વિના કોઇ એ તાપ અને તૃષા છેઢી શકે નહી. એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૮૪.
આમ આ સસાર પ્રત્યે આ સમ્યગ્દષ્ટિ યેગી પુરુષને અત્યંત તીવ્ર અંતરંગ વૈરાગ્ય વો છે. આવા ગાઢ સવેગર’ગથી જ્ઞાની પુરુષ ર'ગાયેલા હાય છે, તેનું કારણ એમને શ્રુતવિવેક ઉપજ્યેા છે તે છે, સમ્યકૃપણે શ્રુતજ્ઞાન પરિણત થયું છે તે છે (જુએ શ્રુતવિવેક પૃ. ૧૯-૨૦) અર્થાત્ આ સમ્યગ્દષ્ટિ દૃષ્ટા પુરુષને સત્પુરુષ સદ્ગુરુ સમીપે શ્રવણુ કરેલા ‘શ્રુત' જ્ઞાનથી વિવેક ઉપજ્યા છે, શ્રુતજ્ઞાન સમ્યપણે પરિણમ્યાથી સ ્–અસનું ભાન થયું છે, વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સમજવામાં આવ્યુ છે, સ્વ-પરનું ભેદજ્ઞાન પ્રગટયું છે, આત્મા-અનાત્માને પ્રગટ ભેદ અનુભવવામાં આવ્યા છે, કેવલ શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ વિવેકખ્યાતિ ઉપજી છે, શુદ્ધ આત્મજ્ઞાન થયું છે.
જેમ કે-હુ' આ દેહાદિ પરવસ્તુથી ભિન્ન એવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી અજર અમર આત્મા છું. આ નાશવંત દેહાદિ પરભાવ હું' નથી. એક શુદ્ધ સહાત્મસ્વરૂપ જ મ્હારૂ' છે, ખીજું કંઇ પણ મ્હારુ' નથી. હું આ દેહાદિ ભાવના નથી, ને આ દેહાદિ ભાવ મ્હારા નથી, એવો વિવેકરૂપ નિશ્ચય તેના આત્મામાં દૃઢ થયેા છે.
“ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ;
અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ.”—શ્રી આત્મસિદ્ધિ