________________
(૧૭૫)
મિત્રાદષ્ટિ યોગદષ્ટિ કળશકાવ્ય
રાગાદિથી જીવ ન હણને આત્મહિસા કરે ના,
સાચું બોલે પર નિજ કહી ખોટું તે ઉચ્ચરે ના; વસ્તુ ચેરે નહિં પર કદી, બ્રહ્મચર્ય ચરે છે,
મૂચ્છભાવે પર પરિગ્રહ ના પ્રસક્તિ ધરે છે. ૧૭. મિત્રાયોગી ચિતભૂમિ મહીં ચગના બીજ વાવે,
વૃદ્ધિ પામી ફલ અચૂક જે મેક્ષરૂપી જ લાવે, જેવી રીતે વડ બીજ વધી વૃક્ષ વિશાલ થાવે,
થાયે ભાવી ત્યમ શિવપ્રદ બીજે આવા સ્વભાવે. ૧૮. અત્રે યોગી પ્રભુ પ્રતિ પર પ્રીતિ ભક્તિ ધરાવે,
પૂજે અચે ગુણગણ સ્તવે સ્તોત્ર સંગીત ગાવે; ચોખા ચિતે પ્રણમન કરે શુદ્ધ નિષ્કામ ભાવે,
સંજ્ઞા સર્વે ભૂલી જઈ પ્રભુ ધ્યાન એકાગ્ર થા. ૧૯. આત્મારામ ગુણગણગુરૂ ભાવ આચાર્ય સાચા,
ને સસાધુ અવધૂત મુનિ ભાવગી જ જાચા તે સૌ પ્રત્યે તન મન વચે શુદ્ધ ભક્તિ લહે છે,
ને સેવામાં વિધિયુતપણે તત્પર થે રહે છે. ૨૦. જન્મ મૃત્યુ દુઃખ ત્યમ જરા રેગ ને શોક દ્વારા,
આ સંસાર સ્વરૂપ સહજે ખૂબ લાગે અકારા; ને તે કારગૃહ થકી સદા છૂટવાને ચહે છે,
ઉદ્દેજીને ભાવભય થકી મિક્ષ ઈચ્છા વહે છે. ૨૧ દાનાદિન અભિગ્રહ ધરી સાધુસેવા કરે છે,
ને લોકાર્પે તન-મન-ધને શક્તિ સવે ધરે છે; રેગી દુઃખી દીન પ્રમુખને ઔષધાર્દિ દૌએ છે,
સાચા ભાવે સુકૃત કરતાં પુણ્ય લ્હાવો લિએ છે. ૨૨. સતશાસ્ત્રોને લખી લખવીને ભક્તિ ભારી કહે છે,
પૂજે અર્થે શ્રવણ ગ્રહણે અર્થ તેને રહે છે; ભવ્ય પાસે પ્રગટ કરતે તેહ સક્ઝાય દવે,
ચિતે ભાવે પરમથુતને વિશ્વમાંહી પ્રભાવે. ૨૩,