________________
(૧૦૮)
યોગદષ્ટિસમુચ્ચય ભવાભિનંદી જીવ, માથું ભારી હોય-દુ:ખતું હોય તે પણ વિષયભોગ વગેરે સાંસારિક પ્રજનમાં પ્રવરે જ છે; તેમ આ દૃષ્ટિમાં સ્થિતિ કરતો યેગી ધર્મને દઢ અવિહડ રંગ લાગ્યું હોવાથી, ધર્મકાર્યમાં રપ જ રહે છે.
સેવન કારણે પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ.” “ખેદ પ્રવૃત્તિ કરતાં થાકીએ રે, દ્વેષ અરોચક ભાવ.”—શ્રી આનંદઘનજી “સાચો રંગ તે ધર્મને..સાહેલડી, બીજો રંગ પતંગ રે... ગુણવેલડિઓ. “ધર્મ રંગ જીરણ નહિં....સાહેદેહ તે જીરણ થાય છે. ગુણ૦ સોનું તે વિણસે નહિ....સાહેઘાટ ઘડામણ જાય છે. ગુણ”–શ્રી યશોવિજયજી જબ જાગેગે આતમા, તબ લાગેગે રંગ.” શ્રીમદ્ રાજચંદ્રજી
૩. અદ્વેષ
દેવકાર્ય વગેરેમાં અખેદ છતાં, દેવકાર્ય વગેરે ન હોય તેમાં અહીં અદ્વેષ-અમત્સર હોય છે. એટલે કે બીજે કઈ દેવ-ગુરુ-ધર્મકાર્યમાં ન પ્રવર્તતે હોય તે તેવા જીવ પ્રત્યે અત્રે શ્રેષમત્સર હોતો નથી, તિરસ્કાર હેત નથી, પણ મધ્યસ્થ એવી ઉપેક્ષા વૃત્તિ હોય છે. જો કે હજુ અહી તેવા પ્રકારનું તત્ત્વજાણપણું નથી, એટલે માત્સર્ય–ષનું બીજ નાશ પામ્યું નથી–સત્તામાં છે, તે પણ તે મત્સર–બીજને અંકુર-ફણગો ફૂટતો નથી, ઉદય થતું નથી, તે દબાઈ રહે છે. કારણ કે અહીં જીવનું ચિત્ત તે તત્વઅનુષ્ઠાનને આશ્રય કરી સતકર્મમાં લાગ્યું રહે છે, તે પોતે પોતાના કાર્યમાં સાવધાન–મશગૂલ રહે છે. “સબ સબકી સંભાળિએ, મેં મેરી ફેડતા હું” એમ સમજી તે પોતે પોતાની સંભાળે છે, એટલે તેને પારકી પંચાતને-ચિંતાનો અવકાશ રહેતો નથી અને જો રહેતો હોય તે તેને બીજા પ્રત્યે દ્વેષ, મત્સર, અસહિષતા કે તિરસ્કાર તે ઉપજતે જ નથી, પણ ઊલટો કંઈક કરુણાભાવ ફુરે છે કે અરે ! આ બિચારા જી સન્માગને આદરતા નથી, તેથી અનંત દુ:ખપરંપરાને પામશે. એમ તેને પરદુઃખછેદન ઈચ્છારૂપ કરુણા” ઉપજે છે. અથવા ઠેષ એટલે અરેચક ભાવ-અરુચિ-અણગમે; સદ્દેવ, સદ્ધર્મ, સન્માગ આદિ પ્રત્યે તે દ્વેષ–અરેચક ભાવ-અણગમો ન હોવો તે અષ. આ આ નકારાત્મક (Negative) પ્રકારને પણ “ગુણ” છે. તે કાંઈ નાનીસૂની વાત નથી. આ અદ્વેષ ગુણ અહીં પ્રગટે છે. અને આમ
વ્રત પણ યમ અહીં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે; દ્વેષ નહિં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે....વીર.”—શ્રી ગઢ સઝાય, ૧-૭
આ દૃષ્ટિમાં વ્યવસ્થિત યોગી જે સાધે છે, તે બતાવવા માટે કહે છે –