________________
૮૦]
શ્રી આનંદઘન-ચોવીશી (૧) યથા પ્રવૃત્તિકરણઃ ત્રણે કરણે સમ્યક્ત્વપ્રાપ્તિનાં કારણે છે. સમ્યક્ત્વ એટલે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મની પિછાણ અને સ્વીકાર. પ્રથમ યથાપ્રવૃત્તિકરણ એટલે પ્રાણીની પૂર્વકાળમાં ચાલુ પ્રવૃત્તિ હતી, તેમાં ફેરફાર ન થાય, એ પ્રવૃત્તિ હતી તેવી ચાલુ રહે, પરંતુ એની પ્રગતિ થવા માંડેલી હોવાથી અને સાતે કર્મોની સ્થિતિ ઘટેલી હોવાથી મિથ્યાત્વનું જોર અહીં મંદ થતું જાય છે. પ્રાણી સકામ અને અકામ નિર્જરા દ્વારા કમ પર કાંઈક કાંઈક કાબૂ મેળવતો જાય છે. નિર્જરા એટલે કમને ક્ષય અથવા પચાવ. ઈચ્છાપૂર્વક આત્મસંયમ વડે થાય તેને “સકામ નિજરા” કહેવામાં આવે છે. તપસ્યા, વાચન, ધ્યાન અને ત્યાગ દ્વારા નિર્જર થાય તે સકામ નિર્જરા કહેવાય છે; એનાથી કર્મને ત્યાગ સમજણપૂર્વક થાય છે. ઈરાદા વગર પણ વેદનથી નિર્જરા થાય તે “અકામ નિજ રા’બે, ત્રણ, ઈદ્રિયવાળા છ મન વગર દુઃખે ખપે છે. એવાં પ્રાણીઓ સમજ્યા વગર, ઈરાદા વગર કે ઈચ્છા વગર પડે-આખડે તે વખતે જે કર્મ ખપે તેને અકામ નિર્જરા કહેવાય. પશુઓ, મનુષ્ય પરાધીનપણે સહન કરે, કે પ્રાણીનાં છેદન-ભેદન વખતે સહન કરવાની બાબતે બની આવે, તેને અકામ નિજેરામાં સમાવેશ કરવામાં આવે છે. આવી રીતે સમજીને અથવા પરિસ્થિતિને તાબે થઈને કર્મનિર્જરા થાય, થઈ જાય; તેમ કરતાં કઈ વખત આયુષ્યકર્મ સિવાયની સ્થિતિ એક કડાકડિ સાગરોપમની થઈ જાય છે. એની હકીકત આ પ્રમાણે બને છે. - જ્ઞાનાવરણીય, દર્શનારવણીય, વેદનીય અને અંતરાય, એ ચારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડા કેડિ સાગરોપમની હોય છે. એકડા ઉપર ચૌદ મીંડાં ચઢે ત્યારે કેડાર્કડિ થાય એવા સાગરોપમે ૩૦ વખત થાય ત્યારે એટલે કાળ જાય તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ એ ચાર કર્મોની હોય છે. એટલે એક વખત બાંધેલા જ્ઞાનાવરણીય કર્મને વધારેમાં વધારે ઉદયકાળ તેટલા વખત સુધી ચાલે છે, એટલે કર્મફળ વધારેમાં વધારે એટલાં વર્ષો સુધી ચાલે છે. આ તે એક વખત બાંધેલાં જ્ઞાનવરણીય કર્મની હકીકત થઈ. એના ઉદયકાળમાં કે દરમ્યાનમાં તે બીજા જ્ઞાનવરણીય કર્મ બાંધેલાં હોય છે. અને તે પ્રકારે દશનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મ માટે સમજવું. એ પ્રમાણે નામકર્મ અને ગે2કર્મની ઉત્કૃષ્ટ ઉદયકાળ સ્થિતિ વીશ કેડાયેડિ સાગરોપમની હોઈ શકે છે અને મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કેડાર્કડિ સાગરોપમની હોય છે. આવી કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેમાંથી સહુજ ઓછી એક કડાકડિ સાગરોપમની સ્થિતિ પ્રાણી રહેવા દે ત્યારે પ્રાણીઓ “યથાપ્રવૃત્તિકરણ કર્યું કહેવાય છે. આમાં આઠમા આયુષ્ય કર્મની વાત ન કરી, તેનું કારણ એ છે કે એ કર્મ ભવઆશ્રયી હોઈ એને યથાપ્રવૃત્તિકરણ સાથે સંબંધ રહી શકતું નથી. સાત કર્મની સ્થિતિ, એ રીતે, એક કેડાર્કડિ સાગરોપમથી કાંઈક ન્યૂન પ્રાણી પિતે પુરુષાર્થથી કરે અથવા અકામ નિજાને પરિણામે થઈ જાય, તેને યથાપ્રવૃત્તિકરણ કહેવામાં આવે છે.
અહીં કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના પ્રમાણમાં સાતે કર્મોની સ્થિતિ ઘણી ઓછી બની જાય છે. આવું કરણ તે સંસાર-પરિસ્થિતિમાં ચેતને અનેક વાર કરેલ હોય છે; એવી પરિસ્થિતિ આત્મવીર્યથી અને