________________
શ્રી સંભવનાથ સ્તવન
[સેવન–કારણ : ભગવાનની સેવા અગમ અને અનુપ છે; ભૂમિકામાં નિર્ભયતા, દ્વેષરહિતતા, અથાકત છે; સાચી સેવા પ્રાપ્ત કરવી એ જીવનનો લહાવે છે.]
સંબંધ—પ્રથમ આદિનાથ ભગવાનના સ્તવનમાં પિતાને આદર્શ મુકરર કર્યો, વીતરાગને પ્રીતમ તરીકે સ્વીકાર કર્યો અને એની ભાવનાએ પહોંચી એના જેવા થવા માટે એને પરમ પ્રેમી-ઈષ્ટ વલ્લભ-તરીકે ભજવા, એવો નિર્ણય કર્યો. બીજા અજિતનાથ ભગવાનના સ્તવનમાં જે વીતરાગને આદર્શ તરીકે સ્વીકાર (પ્રથમ સ્તવનમાં) નિર્ણય કર્યો, તેને માર્ગ નિહાળવા માંડ્યો. નિહાળવામાં માત્ર અવેલેકન કરી જવાની વાત નથી, પણ અનુસરણની વાત સામેલ છે, એટલું લક્ષ્યમાં રાખી નિહાલનના ચારે ઉપાયની વિષમતા વિચારી લીધી અને કાળલબ્ધિઓ પંથનું બરાબર નિડાલનકાર્ય થશે એ આશા પર વાતને છેડી. પણ માત્ર આશા પર વાત છોડી દેવી અને હાથ-પગ હલાવવા નહિ, એ તે પ્રગતિને પથે પડેલા પ્રાણીને પાલવે નહિ. એણે વીતરાગદેવનું સાધ્ય સ્વીકાર્યું, એણે આદર્શને નિર્ણય કર્યો અને આદર્શને સાધવા ધારણ કરી. એટલે હુવે આદર્શ સિદ્ધિને માટે આગળ ધપવાનું રહ્યું. આ આગળ ધપવાના કાર્યને “ગ” પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જૈન આમ્નાય પ્રમાણે “મોક્ષ સાધક શુભ વ્યાપારીને યુગ કહેવામાં આવે છે. ગુણ ધાતુને અર્થ “જેવું થાય છે. એ ધાતુમાંથી નીકળેલ “ગ” શબ્દ મક્ષ સાથે આત્માને જોડે તે અર્થમાં વપરાય છે. એટલે મોક્ષ સાધક ધર્મવ્યાપારને અથવા મોક્ષપ્રાપક શુભ વ્યવહારને વેગ કહેવામાં આવે છે.
સંસાર અભિમુખ વૃત્તિને રોકવી અને મોક્ષને અનુકૂળ વ્યાપાર કરે એને યોગ કહેવાને પરિણામે હરિભદ્રસૂરિની “ગ” શબ્દની આ વ્યાખ્યા એટલી વિશાળ બની છે કે એમાં સર્વ શુભ વ્યાપારને સમાવેશ થઈ જાય છે. યોગની વિચારણામાં આ વ્યાખ્યા ખૂબ દયાનમાં રાખવા જેવી છે. એ વ્યાખ્યા પ્રમાણે નાની પ્રશસ્ત શુભ કિયાથી માંડીને સંપ્રજ્ઞાત યુગ સુધીની અથવા જૈન પરિભાષા પ્રમાણે શેલેશીકરણ સુધીની સર્વ કિયાઓ અને ચિત્તવૃત્તિને નિરોધ એ સર્વને ગમાં સમાવેશ થાય છે. આ રીતે યોગનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. એમાં માર્ગાનુસારીના વ્યવહારથી માંડીને યોગનિરોધ સુધીની સર્વ અવસ્થાને સમાવેશ થાય છે.
આનંદઘનજીએ યોગની આ જુદી જુદી અવસ્થાને ખ્યાલ બહુ સારી રીતે આવે છે. એમણે પ્રાથમિક યુગથી માંડીને ઉત્કૃષ્ટ યુગ સુધીની દશાને અનુભવ બહુ અસરકારક રીતે કરાવ્યું છે. રતવને અને પદોનાં વિવેચનમાં આપણે તેને ખ્યાલ કરવા પ્રયત્ન કરીએ છીએ. આ સ્તવનમાં યોગ પ્રાપ્તિ માટે પૂર્વસેવાને અંગે ભૂમિકાની શુદ્ધિ બતાવી છે, તે પર વિચાર કરવાને અંગે યુગપ્રાપ્તિ માટે પૂર્વ સેવા’ની વિગત શ્રી હરિભદ્રસૂરિએ “ગબિન્દુ ” ગ્રંથમાં બતાવી છે, તેની સંક્ષેપથી વિગત રજૂ કરીએ ––