________________
૪૪ ]
શ્રી આનંદઘનચાવીશી
પણ તેના ઉપર જ મક્કમપણે આધાર રાખનારા અને એમાં કારણ, ઉપયુક્તતા અને અસરકારકતાને અંગે દેશ-કાળનાં સૂત્રને વિસારી મૂકનારાએ કેવી અધપરપરા ચલાવી છે તે તરફ ધ્યાન ખેચ્યું છે. આ સંબંધી ખૂબ વિચારણા કરવાની અને તુલનાત્મક દૃષ્ટિ વિકસાવવાની જરૂર છે. આ ષ્ટિ સમજાય નહિ તેા આનંદઘનજીને નિશ્ચયવાદી સમજવાની ભૂલ અનેકે કરી છે તે સ્ખલનામાં તુરત પડી જવાય તેમ છે. એ વાત તથ્ય નથી. નિશ્ચય-વ્યવહારના સમન્વય કરવાની સ્યાદ્વાદમામાં ખાસ આવશ્યકતા છે અને તે ચાવી યાગી આનધનને બરાબર પ્રાપ્ત થઈ હતી તે વાત અત્ર વિચારકને જરૂર પ્રાપ્ત થાય છે અને તે સમજવા જેવી છે. જેને એમ કરતાં આવડયું નથી, તેમણે આનંદઘનજીને ઘણીવાર સમજ્યા વગર અન્યાય કર્યો છે તે વાત પર યથાસ્થાને વિચારણા થશે. અહી તે પથદર્શનને અંગે મા અવલેાકનામાં પુરુષ-પરંપરાનું શું સ્થાન છે તેને નિર્દેશ કર્યાં છે.
માત્ર
આવી રીતે, માત્ર સ્થૂળ નજરે જોતાં, આખા સ`સાર ભૂલા પડી ગયેલે જણાયે અને નિહાળવામાં અધપર પરા ચાલતી દેખાણી એટલે જિજ્ઞાસુ ચૈતનરાજે મૂળ આગમગ્રંથો દ્વારા માર્ગ નિહાળવાના માર્ગ શેાધ્યા. શ્રી વીર પરમાત્માને સપૂર્ણ જ્ઞાન (કૈવલ્ય ) પ્રાપ્ત થયા પછી તેઓ ગણધરોની સ્થાપના કરે છે. ગણધરો તેમના મુખ્ય શિષ્ય થાય છે અને ભગવાન તેમને ત્રિપટ્ટી આપે છે તેના પર વિચાર કરીને તેએ જે દ્વાદશાંગીની રચના કરે તેને આગમ ’ગ્રંથા કહેવામાં આવે છે. આ આગમગ્રંથો મૂળ સૂત્રેા છે, અને તે જૈન ધર્માંનાં ‘બાઇબલ’ છે. એમાં ચાર પ્રકારના અનુયાગો ભરેલા હોય છે એને એમાં મૂળમાના વિસ્તારથી પણ મુદ્દામ આદર્શ રજૂ થયેલ હાય છે. ભગવાનના મૂળ મા શા છે તેના સંબંધમાં વિચારણા ચાલે ત્યારે આગમગ્રંથોના આધાર છેવટના ગણાય છે. એ જૈન સિદ્ધાંત( આગમ )ના ગ્રંથમાં તત્ત્વજ્ઞાન, ચારિત્રક્રિયા, ગણિત, વનવિકાસના પ્રકાર, સમ્યક્ત્વનું સ્વરૂપ, ગુણુસ્થાનક્રમારોહ, ત્રણ કરણ, ભેદાભેદ, જીવના પ્રકાર, સપ્તમ`ગી, સાત નય, નિગેાદ, નવ તત્ત્વ વગેરે અનેકાનેક વાતા, સવાલ-જવાબ, કથાઓ અને વિધિએ બતાવેલ હોય છે. જૈનધર્મના મૂળ સિદ્ધાંત, સાધનધર્મોની વિગતો અને વર્તનના નિયમોના આકર જેવા આ આગમા આપણેા આધાર છે અને માર્ગ નિહાળવા માટે એની ઉપર નજર જાય તે તદ્દન સ્વાભાવિક છે.
આગમામાં તત્ત્વજ્ઞાન અને ચરણકરણની વિગતો ભેળસેળ કરી આપવામાં આવેલ હાય છે એટલે એમાં સયમ, ત્યાગ અને અહિંસાની ખાખોને વણી નાખવામાં આવેલી હોય છે. ચેતનને એળખવા માટે ચેતનના વિકાસ કઈ રીતે થાય છે, એને વિકાસ કરવામાં કેવી કેવી મુશ્કેલીઓ નડે છે, એને આગળ વધતાં કેવી કેવી લાલચેા આવે છે અને એ સસારમાં કયાં અને કેવી રીતે અટવાઈ જાય છે, એની વિગતા પણ આગમામાં બતાવવામાં આવેલ હાય છે. એની સાથે આગમમાં ત્યાગમાને બહુ વિસ્તારથી બતાવવામાં આવેલ હોય છે. એના સાધુધર્મોની વિગતામાં ઊતરતાં કે એના પિંડના ૪૨ દોષો વિચારતાં, એના અહિંસાના સ્વરૂપને