________________
૩૬]
શ્રી આનંદઘન-ચોવીશી જોવાની આવડત આવી જાય છે, અને આડાઅવળા રખડવાના ચેનચાળાને છેડે આવી જાય છે. રાગ અને દ્વેષ એટલે સંસાર, મારું-તારું, મેહ-મમત્વ અને અર્થ વગરની અવ્યવસ્થિત દેડાદોડ. આખા સંસાર પર કાબૂ અપાવનાર આ રાગદ્વેષ પર વિજય એક જ અનંત ગુણોને આણું આપે છે. એનાથી કષા પર વિજય આવી જાય છે, મન પર અંકુશ આવી જાય છે અને આવતા સંભવનાથ ભગવાનના સ્તવનમાં આવનાર મહાવિશાળ અભય, અદ્વેષ અને અખેદ વિશેષણની પ્રાપ્તિ થાય છે.
આગમગ્રંથમાં અને પ્રકરણગ્રંથોમાં સ્તુતિરૂપે આપના ગુણોને અંગે અનેક વિશેષણો વપરાયાં છે. એ વિશેષણને સંગ્રહ કરું તે પણ પાર આવે તેમ નથી. નામ-સ્તવમાં આપના ગુણોને અંગે કહે છે કે વેસુ નિસ્ટાર), વારૂ મુ અહિ વ ાસથરા 1 સાવર સમીપ (ચંદ્રથી પણ વધારે નિર્મળ, સૂર્યથી પણ વધારે પ્રકાશ કરનારા, મેટા સમુદ્રથી પણ વધારે ગંભીર )–આ ત્રણ વિશેષણ પર વિચાર કરતાં આપની ગુણસમૃદ્ધિને મહિમા મન પર આવે છે. આવાં તે અનેક વિશેષણે આપને સમુચિત રીતે લાગુ પડે છે. આપ તે ગુણના ધામ રહ્યા અને મારે તે હજુ એને ઓળખવાના છે. આપના પંથને બારીક અભ્યાસ કરવા પ્રયત્ન કરી રહ્યો છું.
આપને રાગદ્વેષ પર, હાસ્ય-રતિ અરતિ પર, ક્રોધ-માન-માયા-લેભ પરને વિજય કે આપને કામદેવ પર વિજય જ્યારે હું વિચારું છું ત્યારે પ્રથમ નજરે જ મને દેખાઈ આવે છે કે આપે જેને જીત્યા છે, તેનાથી જ હું તે જિતાઈ ગયે છું. આપ ખરેખરા વિજયી મહાપુરુષ છે. આપે તે એવા એવા આંતર શત્રુઓ પર વિજય મેળવ્યું છે કે આપની હું કેટલી પ્રશંસા કરું? જ્યારે આપને પંથે હું નિહાળું છું, ત્યારે મને થાય છે, પુરુષના નામને પણ કેમ એગ્ય ગણાઉં ?
મારા અજિતનાથ દેવ! આપ આપની માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી વિજયા રાણી માતા (અજિતનાથ ભગવાનની માતા) આપના પિતા જિતશત્રુ સાથે ચોપાટ કે શતરંજ ખેલવામાં કદી હાર્યા નહિ, એટલે આપનું એમણે “અજિત” નામ આપ્યું. એ તે વહેવારું વાત થઈ, પણ આપે જીવન જીવી ગુણપ્રાપ્તિ એવી કરી કે જે ગુણેને હું જીતી શક્યો નથી તેના આપ તે ધામ બની ગયા. જ્યારે જ્યારે આપને વિચાર કરું છું, ત્યારે મને આપને માર્ગ ધારી ધારીને જોવાની તીવ્ર ઈચ્છા થઈ આવે છે, આપના ગુણને બહુલાવવાની વૃત્તિ થઈ આવે છે, અને તેની સાથે મારી જાત પર નજર કરું છું, ત્યારે મને શંકા પડી જાય છે કે મારું પુરુષ નામ મને છાજે છે?
આપના પથદર્શનની જિજ્ઞાસાવાળા મારા આતમરામને થાય છે કે આ તે પુરુષ નામને ન છાજે તેવી તેની પિતાની (મારી) દશા બની રહી છે, તે માર્ગદર્શન તે કરીએ. રસ્તે જે હશે તે એ રસ્તે જવાનું કઈ વખત બનશે. એટલે આપના પંથનું અવલેકન કરવા હું નિર્ણય કરી રહ્યો છું. આ પ્રાથમિક અવલેકનામાં મને શું દેખાયું છે તે આપની પાસે નમ્ર ભાવે રજૂ કરું.