________________
[૪૯
ર૮–૩: શ્રી મહાવીર જિન સ્તવન
આ સ્તવનમાં અનેક પ્રકારની ત્રિભંગીઓ બતાવવા જ્ઞાનવિમળસૂરિએ પ્રયાસ કર્યો છે. જેને તત્ત્વજ્ઞાનની એક ખૂબી એ છે કે તેઓ વિભાગ પાડે તે પરિપૂર્ણ હોય છે, એટલે તેમાં અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિને દોષ ન આવે, અને એ સ્વયં પરિપૂર્ણ હોય. ઉપર જે ત્રિભંગીઓ આપી છે, તે તેવા પ્રકારના ભંગ–વિભાગો છે. એ વિભાગે સ્વયં સંપૂર્ણ છે અને તર્કનુસારી છે. સ્તવનમાં સામાન્ય રીતે ઠીક વિચારે દાખલ કર્યા છેજોકે તે આનંદઘનજીની સાથે ઊભા રહી શકે તેવા ઊંડાણવાળા નથી, પણ સમજવા લાયક છે અને સમજીને અનુસરવા લાયક છે.
પૂર્વ પુરુષોએ જપકાર કરવા આવી કૃતિઓ સંદરમાં સુંદર ભાષામાં કરી છે અને આનંદઘનજીનાં પ્રથમનાં બાવીશ સ્તવને તે ભાવવાહી છે, ઘણું ઊંડાણવાળાં છે, અને સ્તવમાં અનેરું સ્થાન ભોગવે છે. એ વાંચીને પચાવવા યોગ્ય છે અને જીવન સાથે વણી દેવા યોગ્ય છે. (૨૪-૩) ઓગસ્ટ : ૧૯૫૦