________________
૪૮૪]
શ્રી આનંદઘન-ચોવીશી ભગવાન સાથે તેને ભેદ છે, તે ભગવાનથી જુદો છે, અને આત્મપરિણતિમાં પરિણમે ત્યારે અભેદ રૂપે છે; એટલે ચેતનને ભગવાન સાથેને આ જ અભેદ છે. આ આકારના રૂપ વગર તેના મય થવું તે વિધિ છે અને તેના મય ન થવું તે નિષેધ છે; એટલે અમુક અંશે તન્મય થવું અને રૂપાતીત ભાવે ધ્યાવવની પોતાની યોગ્યતા થાય ત્યારે તેને નિષેધ છે. આ વિધિ અને નિષેધને બરાબર સમજી લેવા, એમાં યોગ્યતા વગર નિષિદ્ધ બાબતેને આદરવી નહિ, અને સાકાર ભાવ હોય તેને આદર-વીકાર. એ વિધિ અને નિષેધ વચ્ચે સમતુલતા રાખવી એ કર્તવ્ય છે.
કઈ હદે સાકાર ધ્યાન કરવું અને ક્યારે તેને છોડીને નિરાકાર ધ્યાન કરવું, એના સર્વ વિધિ અને નિષેધે ગગ્રંથમાં વિસ્તારથી વર્ણવવામાં આવ્યા છે. ત્યાંથી સમજીને તે વિધિ અને નિષેધને તે પ્રમાણે અનુસા. પિતાની યોગ્યતા સાકાર ધ્યાન કરવાની હોય, છતાં નિરાકાર ધ્યાન કરે તે તે નિષિદ્ધ વાત છે; તેમ જ ઊલટું પણ સમજવું અને સમજીને પોતાની યોગ્યતા હોય તે પ્રમાણે ગપ્રગતિ કરવી. કોઈ વાત અમુક રીતે જ કરવી અને અમુક રીતે ન જ કરવી એ વિધિ-નિષેધ આમાં છે જ નહિ; લાભની દૃષ્ટિએ જેમાં લાભ દેખાય તે કરવું અને નુકસાન થાય તે ન કરવું.
મુદ્દાની વાત એ છે કે ભગવાનના કહેવા પ્રમાણે અધિકારીએ પિતાને અધિકાર જોઈને યોગ્યતા-અયોગ્યતાને નિર્ણય કરે. વાત એવી છે કે આત્મિક પરિણતિમાં પરિણમવું અને બાહ્ય ભાવનો ત્યાગ કરે, અને તે માટે પિતાની યુગપ્રવૃત્તિ કેટલી વધી છે, તેની સમજણ કરવી તે પ્રત્યેક વ્યક્તિનું કામ છે. આ અનેકાંત મત પ્રમાણે એનો એક નિર્ણય નથી; દરેક વ્યક્તિએ પોતા માટે નિર્ણય કરવાનું છે. અંતે તો નિરાકાર ભાવે આત્માની અસલ પરિણતિમાં તન્મય થવાને રસ્તે જ પોતાને ઉદ્ધાર છે, પણ તે માટે સમય અને પોતાની યેગ્યતા જેવી. છેવટે આ નિરાકારભાવને આદરવા છેલ્લી સાતમી ગાથામાં જણાવશે. ભગવાનની આ જવાબ છે. અને તેમાં સર્વ સવાલના જવાબ અંતર્ગત થાય છે. (૬)
અંતિમ ભવગણે તુજ ભાવનું રે, ભાવશું શુદ્ધ સ્વરૂપ;
તઈ એ “આનંદઘન’પદ પામશું રે, આતમરૂપ અનૂપ. ચરમ ૭ અર્થ–જ્યારે મારે છેલ્લે (અંતિમ) ભવ મને પ્રાપ્ત થશે અને જ્યારે મારે સંસારમાં આવવાનું નહિ હોય ત્યારે–તે ભવમાં—તમારા શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરશું, ત્યારે–તે-વખતે
શબ્દાથ—અંતિમ = છેલ્લા, જ્યાર પછી સંસારમાં આવવાનું ન હોય તેવા. ભવ = સંસાયાત્રા, છેલ્લે ભવ. ગહણે = લીધે, પ્રાપ્ત થયે. તુજ = તમારા, તારા, પરમાત્મભાવનું. ભાવેશું = વિચારશું, ચિંતવશું. શુદ્ધ = આત્મિક, વિશુદ્ધ, અંતે પ્રાપ્ત થવાનું સ્વરૂપ = રૂ૫, શુદ્ધ સ્વભાવ. તઈ એ = ત્યારે, તે વારે, દા. આનંદધન = આનંદધન સ્વરૂપ, નિજ સંત-ચિત-આનંદપણું, પોતાનું રૂપ પામશું = પ્રાપ્ત કરશું, મેળવશે. આતમ = આત્માનું, આત્મિક, સ્વકીય, પિતાનું રૂપ = સ્વરૂપ. અનુપ = જેને કેઈ સાથે સરખાવી ન શકાય તેવું incomparable. (૭)