________________
૩૪]
શ્રી આનંદઘનચોવીશી અથ–શ્રી અજિતનાથ ભગવાન-બીજા જિનેશ્વરદેવ–ને માર્ગ-આવવાને રસ્તે, તેમને પહચવાને રસ્તો હું બારીકીથી તપાસું છું. એમણે જે માગે કામ સાધ્યું તે બારીકાઈથી અવલકું છું. એ અજિતનાથ ભગવાન કેવા છે? મારા જેવાએ નહિ જીતેલા સદ્ગુણોના ધામ છે. તેમને માર્ગ નિહાળતાં તેમને હું નીચે પ્રમાણે કહું છું કે મારા દેવ! જેને તે જીત્યા છે, તેણે મને
છે અથવા તેનાથી હું જિતાઈ ગયે છું. આવા બીજાથી જિતાઈ ગયેલા એવા મુજનું –મારું પુરુષ નામ કેમ કહેવાય? મારી પુરુષ તરીકેની-નર તરીકેની–ગણના કેમ થાય ? હાલ તે હું તમે જે માગે ગયા તે આખી વાટ જોવાને, તેને અવેલેકવાને પ્રયત્ન કરું છું. (૧)
ટબો–(અજિતનાથ ભગવાનના–બીજા સ્તવનને જ્ઞાનવિમળસૂરિને ટબો.) પ્રથમ સ્તવનમાં કહ્યો છે એવો સ્વામી કેમ પામીએ તેને પંથ જેવાને કહે છે બીજું સ્તવન. પંથડો એટલે વાટનિહાળું એટલે જોઉં. બીજા જિન એટલે અજિત નાથને. મનમાં કુણ વાટે આવશે તે જોવું પંથ. તે પંથ બે પ્રકારે છે, એક શુદ્ધ, બીજે અશુદ્ધ. તેમાં શુદ્ધ પંથે આવશે. તે અજિતનાથ કેવા છે? અજિત જે ગુણ, તેના ધામ એટલે ઘર છે શ્રી જિન. જે કર્માદિ શત્રુ રાગદ્વેષને તમે જીત્યા તેણે રાગાદિકે હું જ છું, તેને વશ થયે છું. તેવારે (ત્યારે) મારું પુરુષ નામ તે શું? પુરુષકારપણું શું કામે આવ્યું, જેવારે (જ્યારે) મહાદિક જીતી ન શકીએ. એવા બીજા અજિતનાથની વાટ જોઉં છું. (૧)
વિવેચન–સ્તવનના વિવેચનની શરૂઆતમાં એક બાબત ખૂબ વિચારવા જેવી લાગી છે. આ સ્તવનમાં માર્ગ “નિહાળવા ની હકીકત કહી છે, એમાં ઊંડે ભાવ જણાય છે. નિહાળવામાં અને જોવામાં, નજર નાખવામાં અને પ્રતીક્ષા કરવામાં, દેખવામાં અને અવલોકન કરવામાં બહુ ફેર છે. અમુક રસ્તા પર નજર નાખી જવી અને રસ્તાને નિહાળવે, એમાં જમીન-આસમાન જેટલો ફેર છે. “નિહાળવું” એટલે ધારીને જોવું, ઉદ્દેશ પૂર્વક જેવું. પ્રેમીને પંથ જોઈને તેની પ્રતીક્ષા કરવી અને વીતરાગના માર્ગને નિહાળવે, એ બન્ને વચ્ચે ઘણે તફાવત છે. એમાં માત્ર નજર નાખી ઉપર ટપકેથી આંખને પસાર કરી જવાની વાત નથી. નિહાળવામાં ધારીધારીને જોવાની, જોઈને અંતરમાં ઉતારવાની અને ઉતારીને તદનુસાર વિકાસમાગે ગોઠવવાની વાત સાથે જ છે. વંધ્ય અવેલેકનને આત્મવિકાસકક્ષામાં સ્થાન નથી, માત્ર જ્ઞાનને, જૈન યોગીઓ મહત્ત્વ આપતા નથી, ત્યાં જ્ઞાનનું ફળ વિરતિ બતાવ્યું છે અને ફળ વગરના જ્ઞાનમાં અને અજ્ઞાનમાં તફાવત નથી એમ પણ બતાવ્યું છે. અને કઈ કઈ વાર તે શુષ્ક જ્ઞાનને નિયંસપણું કરનાર હોઈ નુકસાન કરનાર તરીકે પણ બતાવ્યું છે. એ સર્વ બાબતને આશય વિચારતાં નિહાળવાની બાબત ખૂબ વિચારણા માંગે છે. આ ધારી ધારીને જોવાની પદ્ધતિનાં સારાં ફળ આ સ્તવનમાં આગળ જતાં સ્પષ્ટ થઈ જશે. વગેરેને બીજી વિભક્તિ છે. છત્યા = જેના પર તે વિજય મેળવ્યો, જેને તેં છત્યા. તિણે = તેણે, તે શત્રુઓએ હ = મને, તે શત્રુઓએ મને છો અથવા તેના વડે હું જિતાયો. પુરુષ = ભાયડ, માણસ, નર. શૂરવીર. કિસ્ = શા માટે, કેમ. મુજ = મારું. નામ = સંજ્ઞા, કીર્તિ, વાટડી = પંથડા પર્યાય શબ્દ, વિલકુ = જોઉં (૨).