________________
ર૩-૨ : શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[૪૫૫
ધ્યાનમાં લેવું પડે, કઈ નજરે એની સામે જોવામાં આવે છે તે જોવાનું છે. એક રીતે આ જીવમાં અને ભગવંતમાં જરાપણ તફાવત નથી અને બીજી રીતે તેમની વચ્ચેના તફાવતે પાર વગરના છે. આ જવાબ સમજવા ગ્ય છે અને સાચો છે. દષ્ટિબિન્દુને તફાવત એ જૈન દ્રવ્યાનુયેગને મહત્ત્વને વિષય છે અને તે જુદાં જુદાં દષ્ટિકોણ લક્ષ્યમાં લેવા યોગ્ય છે. (૨)
બંધન મેખ નહિ નિશ્ચયે, વિવહારે ભજ દોય રે, અખંડિત અબાધિત સોય કદા, નિત અબાધિત સોય રે. પાસ) ૩
અથ_નિશ્ચયનયથી આત્માને કર્મને બંધ અને કર્મથી મુકાવું થતું નથી, પણ વ્યવહારથી એને બન્ને પ્રકારની બાધા-પીડા થાય છે. અને કદાચિત એ પીડાને ભેગવે છે પણ ખરે, બાકી નિશ્ચયનયે એ અવ્યાબાધ છે, નિરંતર બાધા-પીડા રહિત છે. (૩)
- વિવેચન–શ્રી પાર્શ્વનાથ ભગવાન આ જીવને આત્માનું વધારે સ્વરૂપ સમજાવે છે. એને કઈ પ્રકારે બંધ નથી અને બંધ ન હોય તેને મોક્ષ તે હોય જ નહિ. આ સર્વ નિશ્ચયનયની વાત છે, એ અપેક્ષા તારે ધ્યાનમાં રાખવી, અને તારે સવાલ હતો કે એ અચલ છે કે નહિ? તે અમુક દષ્ટિએ એ અખંડિત છે અને બીજી દષ્ટિએ એ ખંડિત છે, અચલ નથી અને નિશ્ચયનયે એ અબાધિત છે, પણ વ્યવહારનયે બાધિત છે. પ્રથમ ઉપર જે વાત કરી તેના અનુસંધાનમાં પ્રભુ પિતે કહે છે એને કમને બંધ જ નથી, આત્માના આઠ રુચક પ્રદેશ તે તદ્દન નિર્મળ રહે છે એમ જ્ઞાની કહે છે. અને નિશ્ચયનયે અરૂપી આત્માને પિદુગલિક કર્મો લાગતાં જ નથી, અને જે આત્માને કર્મને બંધ જ નથી, તેને તેનાથી છૂટાવાનું કેમ જ હોય? એટલે નિશ્ચયનયે આત્માને કર્મને બંધ અથવા મેક્ષ થતો નથી. અને કઈ વાર એ અખંડિત હોય છે. તેને ઉપર અચળને અર્થ કરતાં જણાવ્યું તેમ એ કોઈ વાર અખંડિત ન પણ હોય, એટલે ખંતિ હોય. એ શુદ્ધ દશામાં હોય ત્યારે એને બાધા-પીડા પણ હોય જ નહિ, એટલે એ નિત્ય અબાધિત અવસ્થામાં હોય છે, અને વ્યવહારથી એ બાધિત પણ છે. આવી આત્માની સ્થિતિ છે, એ સમજવું. આ વાત બીજી ગાથામાં કહેલી વાતને વિસ્તાર છે. આ પ્રકારે આત્માને અનેક દષ્ટિબિંદુથી જાણવું જોઈએ. (૩)
શબ્દાર્થ–બંધન = કમનું બાંધવું તે, કમને બંધ. મોખ = મોક્ષ, કર્મથી મૂકાવું, તદ્દન કર્મ રહિત થવું. નહિ = નથી, હોય નહિ. નિશ્ચયે = નિશ્ચયનયની અપેક્ષાએ. વિવહારે = વ્યવહાર, વ્યવહાર નયની અપેક્ષાએ. ભજ = સમજ, જાણ, અવધાર. દેય રે = બે છે, જુદા છે. અખંડિત = જેના ટૂકડા ન થઈ શકે તેવો. અબાધિત = જેને કોઈ પ્રકારની બાધા-પીડા ન થાય તેવો. સેય = આત્મા, તે આત્મા. કદા = કોઈ વાર. નિત = નિત્ય, હમેશા. અબાધિત = અવ્યાબાધ, પીડા જેને કોઈ વખતે પણ ન થાય તેવો. (૩).